અકસ્માત:માઢ ગામ નજીક કારે પલ્ટી ખાતા એકનું મોત, એકને ઈજા

ઊના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નશામાં ધુત ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત

ઊનાના માઢ ગામ નજીક કારે પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. બિહારના પ્રવાસી સોમનાથ દાદાના દર્શન કરી દીવ ફરવા ગયા હતા. દરમ્યાન પરત ફરતી વખતે નશામાં ધુત ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માતમાં એકનુ મોત જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગઈ કાલે રાત્રીના ટ્રેન મારફતે અમદાવાદ આવેલાં બિહારના તાડેશર ગામના રાકેશકુમાર રામયાદ પ્રસાદસિંગ (ઉ.વ.38), રામપ્રકાશ લખનસિંહ (ઉ.વ.35) બન્ને પ્રાઈવેટ અલ્ટો કાર નં.જીજે-03-એલઆર-9827ની ગાડી ભાડે કરીને સોમનાથ દર્શન કરી દીવ આવેલા હતા.

જ્યારે પરત સાસણ જતી વખતે રાત્રીના સમયે દારૂના નશામાં ધુત ડ્રાઈવરએ માઢગામ નજીક કાર પરથી કાબુ ગુમાવતાં કાર પલ્ટી મારી ગય હતી. જેમાં બિહારના રાકેશકુમાર રામયાદ પ્રસાદસિંગને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થલે મોત નિપજ્યું હતુ. જ્યારે તેની સાથે સંબંધિત રામ પ્રકાશને ગંભીર ઈજા પહોંચતાં સારવાર હેઠળ ઊના સરકારી હોસ્પીટલે ખાતે ખસેડવામાં આવ્યાં હતા. પોલીસે અકસ્માતના પગલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...