તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:વેરાવળમાં વિકલાંગ દિવસ નિમિતે દિવ્યાંગોએ કલેકટરને આવેદન આપ્યું

વેરાવળ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવ્યાંગને અનુકુળ જગ્યાએ નોકરી આપવામાં આવે તેમજ વિવિધ સહાયમાં પડતી મુશ્કેલીઓ દુર કરવાની માંગ કરાઇ

ગીર સોમનાથ જિલ્લાના દિવ્યાંગ આજે વેરાવળના ઈણાજ ગામે કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી અને જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જિલ્લામાં તેમજ ગુજરાત ભરના તમામ દિવ્યાંગ ને મળતી સહાય મા વધારો કરી અને 5 હજાર રૂપિયા સુધી નુ પેન્શન દરેક ને મળવું જોઈએ દિવ્યાંગ ને મળતી સહાય માટે સરકાર દ્વારા જે બીપીએલ 0 થી 16 માં સમાવેશ કરવામાં આવેલ છે. તેમાંથી નાબુદ કરવામાં આવે દિવ્યાંગ વ્યક્તિ ને કોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્ક લીફટમેન ઝેરોક્ષ મેન ટીકીટબારી આંગણવાડી મદદનીશ વગેરે જગ્યાએ ભરતી કરવામાં આવે, પ્રધાનમંત્રી આવસ યોજના નો લાભ દરેક ને મળે જેથી આ લોકો પોતાનુ ઘરનું ઘર બનાવી શકે સહિત 13 જેટલી માંગણીઓ સાથેનુ આવેદનપત્ર કલેકટરને આપ્યું હતું. જેમાં વિનોદભાઈ જાદવ, મનસુખભાઈ પીછડીયા, ગોવિંદભાઇ વાણવી સહિતનાં તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો