તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિ:હવે સોમનાથમાં ભાવિક જાતે જળાભિષેકની અનુભૂતિ કરશે

વેરાવળ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રસ્ટ દ્વારા 4 ડી ટેક્નોલોજી થકી સુવિધા ઉપલબ્ધ કરાવાઇ

સોમનાથ મહાદેવ મંદિરમાં શિવને જળાભિષેક કરવાનો દુનિયાના કરોડો ભાવિકોનો મનોરથ હોય છે. આ માટે સોમનાથ ટ્રસ્ટે વ્યવસ્થા ઉભી કરી છે. સોમનાથ ટ્રસ્ટે ભાવિકો વર્ચ્યુઅલ કેમેરા પ્રોજેક્ટરથી 360 ડિગ્રીએ શિવલીંગ નિહાળી શકાય અને જાતે ગર્ભગૃહમાં પ્રવેશી શિવજીને જળાભિષેક કરી શકાય એવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે.

આવતીકાલે ભાદરવી અમાસથી ભાવિકોને આ સુવિધાનો પણ લાભ મળશે. હાલ ગુજરાતમાં અંબાજીમાં આ પ્રોજેક્ટ કાર્યરત છે. જેમાં ફોટો પડાવનાર માતાજી પાસે હોય એવો ફોટો મેળવી શકે છે. જ્યારે સોમનાથમાં ભાવિકને જાણે પોતે જળાભિષેક કરતા હોય અને તેને શિવજીના આશીર્વાદ મળતા હોય એવી અનુભૂતિ થશે.

અન્ય સમાચારો પણ છે...