તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભ્યાસ શરૂ થાય તેવી માંગ:ગીરનાં મીંઢાનેસની શાળાનાં ધો.1માં આ વર્ષે એકપણ પ્રવેશ ન થયો

વેરાવળ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીર-સોમનાથ જિલ્લાની 550 સરકારી શાળામાં 12642 બાળકોએ પ્રવેશ મેળવ્યો

ગીર-સોમનાથ જિલ્લામાં હાલમાં ધોરણ 1 માં આભ્યાસ મેળવવા માટે પ્રવેશ પ્રક્રિયા ચાલું છે. જિલ્લાના 6 તાલુકામાં આવેલી 550 સરકારી પ્રાથમિક શાળામાં 12,642 વિદ્યાર્થીઓએ ધો. 1 માં અભ્યાસ મેળવ્યો છે. જો કે ગીરના જંગલમાં આવેલી મીંઢા નેશ શાળામાં હજુ સુધી પણ ધો. 1માં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવ્યો નથી.

ગીર સોમનાથ જિલ્લામાં 550 શાળાઓ છે. જેમાથી વેરાવળમાં 113 સરકારી પ્રાથમીક શાળામાં ધો 1 માં 2,224 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે તાલાલામાં 60 શાળામાં 1,087 વિદ્યાર્થીઓ, સુત્રાપાડામાં 91 શાળામાં 1,753 વિદ્યાર્થીઓ, ઊનામાં 111 શાળામાં 3,577, કોડીનારમાં 88 શાળામાં 2,273 અને ગીરગઢડામાં 87 પ્રાથમિક શાળાઓ છે જેમાં 1,728 વિદ્યાર્થીઓએ ધો. 1માં પ્રવેશ મેળવ્યો છે. હજુ પણ પ્રવેશ શરૂ છે. હાલમાં કોરોના મહામારીના લીધે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ છે. ત્યારે વાલીઓ પોતાના સંતાનના અભ્યાસને લઈને ચિંતિત બન્યા છે. રેગ્યુલર અભ્યાસ શરૂ થાય તેવી માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...