લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા આવે અને મતદાન કરવા પ્રેરાય તે આ ઉમદા હેતુથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમને લઈ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્રારા રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે મતદાન જાગૃતિને લઈ "મારો મત મારૂ ભવિષ્ય એક મતની તાકાત થીમ પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે પાંચ શ્રેણીમાં યોજશે જેમાં સંસ્થાકીય,વ્યસાયિક અને ક્લાપ્રેમી આ શ્રેણીમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આગામી 15 ફેબ્રુ સુધીમાં અરજી કરવા પણ જણાવવામાં આવ્યું છે.અલગ અલગ કેટેગરીની એન્ટ્રીનો નિર્ણય ભારત ચૂંટણી પંચ દ્રારા રચવામાં આવેલ કમિટી દ્રારા કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. આ યોજાનારી સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો પણ જોડાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
કઈ કઈ સ્પર્ધા
આયોજનની વાત કરીએ તો કવીઝ સ્પર્ધા,પોસ્ટર ડિઝાઈન, ગીત, વિડીયો તૈયાર કરવાની સ્પર્ધા યોજાશે જેમાં સ્પર્ધકો પણ ઉત્સાહભેર ભાગ લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.