કેન્દ્રના એક્ટમાં સુધારાનો વિરોધ:ગીર સોમનાથમાં 200થી વધુ તબીબો હડતાલ પર, ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી સારવાર બંધ

વેરાવળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવારથી હોસ્પિટલો અને તેમની ઓપીડી સેવા ઝાડબેસલાક બંધ રાખી - Divya Bhaskar
સવારથી હોસ્પિટલો અને તેમની ઓપીડી સેવા ઝાડબેસલાક બંધ રાખી
  • વેરાવળના 100 તબીબો અને હોસ્‍પિટલોએ હડતાલના સમર્થનમાં ઓપીડી બંધ રાખ્યા

કેન્‍દ્ર સરકારના સીસીઆઇએમ એકટમાં સુઘારો કરેલ છે જેનો વિરોઘ કરવા ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશનએ દેશવ્‍યાપી વિરોઘ પ્રદર્શીત કરવાની જાહેરાત કરી કાર્યક્રમો જાહેર કર્યા છે. જેના ભાગરૂપે આજ રોજ સવારે 6 થી સાંજે 6 વાગ્‍યા સુઘી કોવિડની અને ઇમરજન્સી સારવાર સિવાયની તમામ તબીબી સેવાઓ બંઘ રાખી વિરોઘ પ્રદર્શીત કરવાનું જાહેર કર્યું હતું.

ઇમરજન્સી સારવાર સિવાયની તમામ તબીબી સેવાઓ બંઘ રાખી
ઇમરજન્સી સારવાર સિવાયની તમામ તબીબી સેવાઓ બંઘ રાખી

ઓપીડી સેવા ઝાડબેસલાક બંધ
ગીર સોમનાથ અને વેરાવળ આઇ.એમ.એ.ની બ્રાંચ સાથે જોડાયેલા તમામ ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોએ આજે સવારથી હોસ્પિટલો અને તેમની ઓપીડી સેવા ઝાડબેસલાક બંધ રાખી છે. આ બંધમાં વેરાવળના 100 ખાનગી તબીબો અને તેમની હોસ્પિટલો ઉપરાંત જિલ્લાના વધુ 100 થી વધુ ખાનગી તબીબો અને તેમની હોસ્પિટલો - ઓપોડી સંપૂર્ણ બંધ રાખી એકટના વિરોધમાં જોડાયા છે. આ તકે ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા સરકારે કરેલો સુધારો રદ કરે તેવી માગણી કરી હતી.

વેરાવળના 100 અને જિલ્લાના 100 તબીબો બંધમાં જોડાયા
વેરાવળના 100 અને જિલ્લાના 100 તબીબો બંધમાં જોડાયા

સેવાઓ સાંજે 6 સુઘી બંઘ રહેશે
વેરાવળની તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ, લેબોરેટરી અને રેડીયોલોજી સેવાઓ સવારે 6થી સાંજે 6 સુઘી બંઘ રહેશે. આ સમયગાળા દરમિયાન ફકત કોવિડ અને ઇમરજન્‍સી સેવાઓ જ ચાલુ રહેનાર હોવાનું વેરાવળ આઇએમએના ડો.વિરેન પરીખ, ડો.દિલીપ ચોચા, ડો.અનીલ ચૌહાણ, ડો.દતાત્રેય ગોસ્‍વામીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...