તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:વેરાવળની અલીફ હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપવા મંજૂરી, ધારાસભ્યએ 25 લાખની ગ્રાન્ટ ફાળવી

વેરાવળ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત રાજ્યના આરોગ્ય, નાણામંત્રી, કલેક્ટરને પત્ર પાઠવી ગ્રાન્ટ ફાળવવા માંગ

વેરાવળમાં કોરોનાની એક માત્ર પટણી સમાજ ટ્રસ્ટ સંચાલિત અલીફ હોસ્પિટલમાં ઓક્સિજનન પ્લાન્ટ નાખવા માટે મંજૂરી મળી છે. સોમનાથ ધારાભસ્ય પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ ફાળવવાની જાહેરાત કરી છે. વેરાવળમાં પટણી સમાજ સંચાલિત એક માત્ર 35 બેડ ધરાવતી અલીફ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં એમ.ડી. ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફ કાર્યરત છે.

હોસ્પિટલમાં બેડ વાઇઝ ઓક્સિજનના કનેક્શન તથા પાઇપલાઇન ફીટ કરાયેલ છે. દરેક દર્દીઓને કોઇ પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના સામાન્ય ટોકન ભાવે તપાસ કરવામાં આવે છે. વેરાવળ સરકારી હોસ્પિટલમાં 70 બેડમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. હાલ કોરોનાના દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા વધારાથી હોસ્પિટલ દર્દીઓથી હાઉસફૂલ બન્યું છે.

અલીફ હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ નાખવા મંજૂરી મળતા ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ ફાળવવા જાહેરાત કરી છે. આ અંગે ગુજરાત રાજ્યના આરોગ્ય, નાણામંત્રી તથા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી વહેલી તકે ગ્રાન્ટ ફાળવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો