ભૂમાફિયાઓ સામે લાલ આંખ:મંડોળા ગામેથી 5 લાખની ખનીજ ચોરી ઝડપાઈ

ઊના17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેરાવળ તાલુકાનું મંડોળા ગામે સરકારી પડતર જમીનમાં ભૂમાફીયાઓ દ્વારા ગે.કા. ખનીજ ચોરી કરી લાખો રૂપિયાનું કોંભાંડ આચરવામાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે ખાણ ખનિજ વિભાગ દ્વારા રેડ કરી રૂ. 5 લાખની ખનીજ ચોરી પકડી પાડી હતી. હાલ ગીર-સોમનાથ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગે ભુમાફિયાઓ સામે લાલ આંખ કરી હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં ચાર જગ્યાએ દરોડા પાડી મોટી સંખ્યામાં ખનીજ ચોરી પકડી પાડતાં ભુમાફિયાઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે.

ખનીજ ચોરીની બાતમીના આધારે ભુસ્તર શાસ્ત્રી માવદીયાના માર્ગદર્શન અને સુચનાથી રોયલી ઇન્સપેક્ટર વિપુલયોગી, રોહીત પટેલ, ગઢીયાભાઇની ટીમે વેરાવળના મંડોળા ગામની સીમ વિસ્તારમાં આવેલ સરકારી પડતર જમીનમાં ગે.કા ચાલતી ખાણમાં દરોડા પાડ્યા હતા. જેમાં ગે.કા. ખાણમાંથી ચકરડી તેમજ જનરેટર મૂકી ખનીજ પથ્થર કાઢી ટ્રેક્ટર મારફતે સપ્લાઇ કરવામાં આવતું જોવા મળ્યું હતું.

જિલ્લા ખાણખનીજ વિભાગે સ્થળ પરથી 3 ચકરડી જનરેટર સહીત રૂ.5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ખનીજ ચોરી કરનાર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે છેલ્લા બે દિવસમાં ઊના ગીરગઢડા તાલુકામાંથી પણ રૂ.25 લાખથી વધુની ખનીજ ચોરી પકડી પાડતાં ભૂમાફીયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...