તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેહુલિયો:અષાઢી બીજે સોમનાથ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસુચક સીંગ્નલ લગાવાયું

વેરાવળ24 દિવસ પહેલા
  • બપોર બાદ જિલ્લાના તમામા છ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં
  • વેરાવળમાં પોણા બે અને સુત્રાપાડામાં સવા બે ઇંચ વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં આજે અષાઢી બીજના દિને બપોર બાદ ધોધમાર વરસાદ વરસાવતા મુખ્ય માર્ગો અને નીચાણવાળા અમુક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જિલ્લામાં બે કલાકમાં સૌથી વધુ સુત્રાપાડામાં સવા બે ઇચ અને વેરાવળમાં પોણા બે ઇચ વરસાદ વરસતાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. વરસાદના પગલે ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

ગીર-સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં આજે સવારથી જ સુર્ય નારાયણની ગેરહાજરી વચ્ચે વાદળો આકાશમાં બંધાયેલ અને વરસાદી માહોલ વચ્ચે બપોરે બાદ વિજળીના ભારે કડાકા ભડાકા સાથે વેરાવળ સોમનાથ સહીત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ વરસી રહ્યાં છે, પરંતુ આજે જોરદાર વરસી હેત વરસાવતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી.

જિલ્લાના છ તાલુકાઓમાં આજે સવારે છથી સાંજે છ વાગ્યા સુધીમાં ઉનામાં 3 મી.મી., કોડીનારમાં 22 મી.મી. (એક ઇચ), ગીરગઢડામાં 9 મી.મી. (અડધો ઇચ), તાલાલામાં 7 મી.મી. (અડધો ઇચ), વેરાવળમાં 45 મી.મી. (બે ઇચ), સુત્રાપાડામાં 58 મી.મી. (સવા બે ઇચ) વરસાદ પડ્યો હોવાનું કન્ટ્રોલ રૂમ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લાના મુખ્ય મથક વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસુચક સીંગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરીયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

ગીર-સોમનાથ જીલ્લામાં આજે અષાઢી બીજના સારા વરસાદથી જિલ્લામાં આવેલી નદીઓમાં પાણીની ધીમી આવક જોવા મળી હતી. જ્યારે જિલ્લામાં ગીર વિસ્તારમાં આવેલા મચ્છુન્દ્રી નદીનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયેલ હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સોમનાથમાં બપોરે 3થી 5 બે કલાક સુધી મેઘરાજા એકીધારે વરસી જતા જુદા જુદા વિસ્તારો અને માર્ગો પર ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જેના પગલે લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ચોમાસાની સીઝનમાં પ્રથમવાર જ ધોધમાર વરસેલા વરસાદે નગરપાલિકા દ્વારા કરાયેલી પ્રીમોન્સનની કામગીરીની પોલ ખોલી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...