તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિકાસકારોની બેઠક:ચીનને માછલી મોકલવી કે નહીં એની ચર્ચા માટે બેઠક

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનું બહાનું કાઢી ચીનનું તંત્ર માલ રિજેક્ટ કરી દે છે: ચીનાઓએ હજુ 36.50 કરોડ તો ચૂકવ્યાજ નથી

ચીનને સાથે આગામી ફિશીંગ સીઝનમાં માછલી મોકલવી કે નહીં તેની ચર્ચા કરવા માટે ભારતના નિકાસકારોની એક બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દા તપાસવામાં આવ્યા હતા.તા. 1 જુલાઇએ ભારતના સી ફૂડ એક્સપોર્ટર્સ એસો. ઓફ ઇન્ડિ્યાના ગુજરાતના નિકાસકારોની એક બેઠક યોજાઇ હતી. જેમાં એસો.ના રાષ્ટ્રિય પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, ગુજરાતના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, ઉપપ્રમુખ કરશનભાઈ સલેટ અને ફૈયાઝભાઈ કરાટેલા, સેક્રેટરી નરેશભાઈ વણીક અને લખમભાઇ ફોફંડી, ઇસ્માઇલભાઈ મોઠિયા, કેની થોમસ, કિશનભાઇ ફોફંડી સહિતના હોદેદારો તથા તમામ નિકાસકારો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં મુખ્યત્વે આવનાર ઓગસ્ટ મહિનાથી ફિશીંગની જે નવી સીઝન ચાલુ થવાની છે તેમાં ચીનને માછલી મોકલવી કે નહીં એના વિશે ચર્ચા કરાઇ હતી. હાલ ચીનમાં ગુજરાતના ફ્રોઝન ફિશ એક્સપોર્ટર્સના અંદાજે 36.50 કરોડ રૂપિયા ફસાયેલા છે. આ માટે જગદીશભાઈ ફોફંડીએ જાણ કરતાં કહ્યું હતું કે, ભારતની મરીન પ્રોડક્ટસ એક્સપોર્ટર્સ ડેવલોપમેન્ટ ઓથોરિટી (એમપીઇડા) દ્વારા આ બાબત ની જાણ ચીન સ્થિત ભારતિય દૂતાવાસને અવારનવાર કરાઇ છે.

અને ભારતિય દૂતાવાસે પણ ત્યાંના આયાતકારોને વ્યકતિગત યાદી પણ આપી છેે. પણ આ બાબતે ચીન સરકાર તરફથી કોઉ સકારાત્મક પગલાં લેવાતા નથી. વળી ચીનમાં જે કોઈ માલ પહોંચે છે ત્યારે ત્યાંના જનરલ એડમીનસ્ટ્રેશન ઓફ કસ્ટમસ ઓફ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ માલના સેમ્પલ લઇ તેનું કોવીડ-19 જીવાણુ માટે ટેસ્ટિંગ કરે છે. આવું ટેસ્ટિંગ અત્યારે બીજો કોઈ દેશ નથી કરતો. ભારતની એમપીઇડાએ ચીનની જીએસીસી સાથેની મીટિંગમાં આ મુદ્દે ચર્ચા પણ કરી છે. અને આ ટેસ્ટિંગ બંધ કરવા પણ કહ્યું છે.

જેમાં એવી વિગતો પણ આપી છેકે, કોરોના વાયરસ આટલા લાંબા સમય માટે અને માઇનસ તાપમાનમાં જીવિત ન રહી શકે. પણ ચીન આ મામલે ઉદાસીન છે. આમ આ મામલે અનેક મુદ્દાઓની વિગતો આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...