બેઠક:ગીર-સોમનાથ જિલ્લામાં 11 લાખ વૃક્ષ વાવેતર મહા અભિયાનને લઈ બેઠક

વેરાવળ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 342 ગામોમાં ખેડૂત દીઠ 10 રોપાનું વાવેતર કરવામાં આવશે

ગીર-સોમનાથ જિલ્લામાં 11 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવાયો હતો. જે અંતર્ગત પ્રચાર-પ્રસાર સમિતીની બેઠક મળી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટનાં વૃક્ષારોપણનો આ સંકલ્પ વિષય છેવાડાનાં લોકો સુધી પહોંચે અને લોકોમાં પર્યાવરણ વિશે જાગૃત્તિ આવે અને વૃક્ષોનું જતન થાય એ માટે સહિયારા પ્રયાસોથી આ સ્વપ્ન સાકાર કરવા નેમ વ્યકત કરાઈ હતી. આ મહાઅભિયાનમાં સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી, સેક્રેટરી પી.કે.લહેરી દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યું છે. જિલ્લાનાં 342 ગામોમાં દરેક ખેડૂત દીઠ 10 વૃક્ષોનું વાવેતર કરાશે. લોકો પણ વૃક્ષનાં રોપા આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...