પ્રચાર:82 દિવસમાં દેશની 75 શાળામાં ગણિતનો પ્રચાર કરાશે

વેરાવળ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણિત વિષય માટેની યાત્રાનું સોમનાથ મહાદેવ મંદિર ખાતેથી પ્રસ્થાન
  • રામાનુજન શ્રીનિવાસના જન્મ દિવસે ત્રિપુરા સુંદરી મંદિર ખાતે પૂર્ણ થશે

ગણિત વિષય પર બાળકોને માહિતી આપવાં યાત્રાનો પ્રારંભ સોમનાથ મંદિર ખાતેથી કરવામાં આવ્યો છે. આ યાત્રા આગામી 82 દિવસમાં દેશના 25 રાજ્યની 75 વિદ્યાલય ખાતે પહોંચી પ્રચાર પ્રસાર કરશે.રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન ઓલ ઇન્ડિયા અને રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા સોમનાથથી અગરતલા સુધી રામાનુજન અમૃત ભારત ગણિત યાત્રાનું પ્રસ્થાન કરાયું છે. આ તકે રાષ્ટ્રીય કન્વિનર ડો.ચંદ્રમૌલી જોશી, કનુભાઈ કરકર, સ્વામી નારાયણ ગુરૂકુળના સંત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવી બારૈયા, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી વાજા સહિતનાએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.22 ડિસેમ્બરે ભારતના પ્રખ્યાત ગણિતજ્ઞ રામાનુજન શ્રીનિવાસના જન્મ દિવસે ત્રિપુરા રાજ્યના સુંદરી મંદિર અગરતલા ખાતે પૂર્ણ થશે. રાજ્યમાં 2 થી 5 ઓક્ટોબર દરમિયાન પ્રાચી, વિસાવદર, બગસરા, સુરેન્દ્રનગર, અમદાવાદથી પસાર થશે. આ વિસ્તારની શાળાઓની મુલાકાત લઇ વિવિધ સ્પર્ધાનું આયોજન કરી ગણિત વિષયનો પ્રચાર પ્રસાર કરશે.

અન્ય સમાચારો પણ છે...