તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજીવ ખેતી:વલાદર ગામમાં 300 વિઘા જમીનમાં કોસ્મીક હેલીંગની ઉર્જા વડે કેરીની ખેતી

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદ્યાશક્તિ યોગાશ્રમમાં ઋષિ પરંપરા આધારિત 10 પ્રકારની કેરીનું ઉત્પાદન

ગીર જંગલ ની બોર્ડર પર આવેલા વલાદર ગામે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી કરવામાં આવી રહી છે. આદ્યશક્તિ યોગાશ્રમના કેસર કેરીના બગીચામાં પૂર્ણરૂપે પ્રાકૃતિક સજીવ ખેતીની સાથે કોસ્મીક હેલીંગની ઉર્જા વડે ખેતી થઈ રહી છે. આશ્રમની અંદાજે 300 વીઘા જમીન પર 3 હજાર આંબા પર કેસર ઉપરાંત રાજાપુરી, દુધપેંડો, હાફૂસ, આંબળી સહિતની 10 પ્રકારની કેરીઓનું સંપૂર્ણ પણે ઓર્ગેનિક ઉત્પાદન લેવાઈ છે.

ભારત દેશ કૃષિપ્રધાન દેશ હોવાથી કૃષિ ક્ષેત્રે અનેક પ્રકારની કૃષિ પદ્ધતિઓ અમલમાં હોય જે પૈકી પ્રાકૃતિક ખેતી અને તેમાં પણ હોમોફાર્મિંગ એટલે કે આદ્યાત્મિક શક્તિ આધારિત ખેતી પણ ખેડુતો કરી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં ખેતીમાં વધુ ઉત્પાદન લેવાની લ્હાયમાં રાસાયણીક દવાઓનો ભરપુર ઉપયોગ થઈ રહ્યો હોય જે માનવજીવ માટે જોખમી સાબીત થઈ રહ્યો છે.આશ્રમના સંચાલક મિલનભાઈ જણાવેલ છે કે, શિવપુરાણમાં વર્ષો પૂર્વે દુષ્કાળના વર્ષોમાં ગૌતમ ઋષિ સવારે વાવતા અને સાંજે લણતા તેવા પ્રકારની ઋષિ ખેતીનો ઉલ્લેખ જોવા મળે છે.

અર્થાત ઋષિમુનિઓ આધ્યાત્મિક ઉર્જાની શક્તિ વડે ખેતી કરતા હતા. આશ્રમમાં 20 વર્ષથી સંપૂર્ણ પણે પ્રાકૃતિક સજીવ ખેતી થઈ રહી છે. જેમાં છેલ્લા 8 વર્ષથી આધ્યાત્મિક સાધના શક્તિની ઉર્જાને ખેતીમાં પ્રવાહિત કરી રહ્યા છે. અગ્નિહોત્રી યજ્ઞની ઉર્જા એટલે કે ધૂપ ઉપરાંત જીવામૃતનો ઉપયોગ કરે છે. ખાસ ખેડુતોને પ્રાકૃતિક સજીવ ખેતીની સાથે વિશિષ્ટ હોમાફાર્મિંગ એટલે કે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી તરફ વળવાનો ઉમદા હેતુ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...