કાઇમ:હરણનાં શિકારના ગુનામાં ફરાર શખ્સ 7 મહિને ઝબ્બે

વેરાવળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહુવા પોલીસમાં ગુનો નોંધાયો 'તો: પેરોલ મેળવી હાજર થયો ન હતો

મહુવા પોલીસ સ્ટેશનમાં હરણનાં ગુનામાં એક શખ્સ સામે ફરીયાદ નોંધાઇ હતી. રાજકોટ જેલમાં કેદ હતો. પેરોલ મેળવ્યા બાદ ફરી હાજર થયો હતો. આ શખ્સને વેરવાળ પોલીસે ઝડપી લીધો હતો અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અનેં વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં ફરતા તથા પેરોલ ફર્લો ફરારી આરોપી પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ એસ.ઓ.જી. પીઆઇ એસ.એલ.વસાવા,પો. ઇન્સ. વી.આર.સોનારા ના માર્ગદર્શન ટીમ તાલાળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એસઓજી પોલીસને બાતમી હતી કે હરણના શિકારનાં કેસમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતો આરોપી સદામભાઇ કાળુભાઇ કાતિયાર(ઉવ.૩૦ રહે.જાવંત્રી પાણીકોઠા) પેરોલ રજા ઉપર થી હાજર થયો ન હતો. સાતેક માસથી ફરાર હતો. જેને પાણીકોઠા રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...