તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાની:નાળિયેરનું "ઉત્પાદન બંધ' સોરઠના ગ્રીન કોસ્ટલ બેલ્ટમાં કરોડો રૂપિયાની નુકસાની

ગડુએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માખીના ઉપદ્રવને કંટ્રોલ કરવામાં ખેડૂતો મહદઅંશે સફળ રહ્યા : નવી સાઇડ ઇફેક્ટથી ધરતીપુત્રો પરેશાન

ગત વર્ષ નાળિયેરીના બગીચાઓમાં આવેલ વાઇટ ડ્રેગન ફ્લાય નામની માખીના ઉપદ્રવને કારણે સોરઠ પંથકમાં નાળિયેરીના પાકને ભારે નુકસાન વેઠવુ પડ્યું છે. અત્યારે પણ તેનો ઉપદ્રવ અમુક વિસ્તારમાં ચાલુ છે. ત્યારે ખેડૂતો તેને કંટ્રોલ કરવામાં મહદઅંશે સફળ રહ્યા છે. પરંતુ તેની નવી સાઇડ ઇફેક્ટ થઈ છે. અત્યારે જે બગીચાઓમાં ફૂગનો ઉપદ્રવ નથી તેવા બગીચાઓ ઉપરાંત જેણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલ છે. તેવા બગીચાઓ અને જેમણે દવાઓનો છંટકાવ કરેલ નથી. તેવા બગીચાઓમાં જોવા પુરતો પણ ફાલ લાગ્યો નથી.

જેની અસર ઉનાળામાં જોવા મળશે. તેનું કારણ એ છે કે નાળિયેરીનો પોટો ફાટ્યા પછી તેમા પાંચ મહીને નાળિયેર પીવા લાયક બને છે. છેલ્લે દિવાળી પછી દરેક બગીચાઓમાં સ્થિતી એ સર્જાય છે. કે એકેય નાળિયેરીમાં નાળિયેર નથી બાધતું જેને લીધે. આજે નાળિયેરીના બગીચાઓ શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે.

અને ખેડૂતોને મોટા પ્રામાણમાં આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે. આ બાબતે વિચારવામાં નહી આવેતો આગામી સમયમાં ખેડૂતો બગીચા કાઢવા લાગશે. કૃષિ વિભાગ અને કૃષિ યુનિવર્સિટીએ બહાર નિકળી ખેડૂતોની હૈયા વરાળ સાંભળવી જોઈએ તેવી માંગ આ વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે.

25,000 આવક ઘટીને 10,000 થય ગઈ :ખેડૂતનો નાળિયેરીનો બગીચો 6 થી 7 લાખમાં ઈજારે દેવાતો ગત દિવાળીએ તે ઇજારો ખતમ થતાં. વેપારીઓને નાળિયેરીમાં ફાલ જોવા ન મળતાં જે વ્યક્તિને મહિને 25 હજાર ની આવક હતી તે ધટીને 8 થી 10 હજાર જેટલી થઇ ગઇ છે. જે આવનાર ઉનાળા માં બિલકુલ બંધ થવાની પુરે પુરી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો