મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ:બેસતા વર્ષે સોમનાથમાં કેદારનાથનું જીવંત પ્રસારણ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના સંબોધન પહેલાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

બેસતા વર્ષના દિવસે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ચોપાટી ઉપર કેદારનાથનું જીવંત પ્રસારણ દેખાડવામાં આવશે. આ માટેની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે.કેદારનાથમાં વિકાસ કાર્યો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેનું તા. 5 નવેમ્બર 2021 ને બેસતા વર્ષના દિવસે લોકાર્પણ કરશે.

આ તકે તેઓ સંબોધન પણ કરશે. કેદારનાથ ખાતે યોજાનાર આ કાર્યક્રમનું સોમનાથ મહાદેવ મંદિર પાસે ચોપાટી ખાતે મોટા પરદે જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ અંગે ભાજપના સંગઠન મંત્રી ઝવેરીભાઇ ઠકરારે જણાવ્યું છેકે, સવારે 8:30 થી 9:15 સુધી કાર્યક્રમના સ્થળે ઉદયપુર સાંસ્કૃતિક કલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. ત્યારબાદ વડાપ્રધાનનું સંબોધન થશે. જેનું એલઇડી સ્કિન પર જીવંત પ્રસારણ કરાશે. આથી પ્રેક્ષકોને બેસવા માટે ડોમ, મંડપ અને બેઠક વ્યવસ્થા અંગે તડામાર તૈયારી ચાલી રહી છે. આદિ શંકરાચાર્યે દેશમાં જે 86 સ્થળોએ પરિભ્રમણ કર્યું હતું એ ઉપરાંત તમામ 12 જ્યોતિર્લિંગ, 4 ધામ ખાતે આજ રીતે જીવંત પ્રસારણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...