તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:વેરાવળમાં બપોરે 2 સુધી બધા વેપાર-ધંધાને ચાલુ રાખવા દો

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળના સોમનાથ વેપારી મહામંડળે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં એવી માંગણી કરાઇ છે કે, હાલ જે આંશિક લોકડાઉન અમલમાં છે તેમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના પણ ઘણાં વેપાર-ધંધા ચાલુ રાખવાનો સમાવેશ કરાયો છે. ઉદ્યોગો અને ઓફીસો પણ ચાલુ છે. તેના કારણે બજારનાં 50 ટકા ધંધા ચાલુ રહે છે. આથી લોકોની અવરજવર રહે જ છે. સાથે જેમના ધંધા બંધ છે એવા વેપારીઓમાં પણ ખુબજ નારાજગી છે. કારણકે, અગાઉ તેઓએ સ્વૈછિક બંધ રાખ્યો હતો. અને ત્યારબાદ સતત બંધ રહેતાં મુશ્કેલી વધી છે.

વેપારી મહામંડળ દ્વારા શહેરના વિવિધ વેપારી એસોસિએશન સાથે આંશિક લોકડાઉન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. અને આ તમામ એસોસિએશનનો એક જ મત છે કે સવાર થી બપોરે 2 વાગ્યા સુધી તમામ વેપાર ધંધા ચાલુ રાખવાની છુટ આપવી જોઈએ. અને બપોરે 2 વાગ્યા પછી મેડીકલ સ્ટોર, દુધની દુકાન અને પેટ્રોલ પંપ સિવાયનાં તમામ ધંધા બંધ રાખવા જોઈએ.

આ તકે અરવિંદભાઈ રાણીંગા, અશોકભાઈ ગદા, મુકેશભાઈ ચોલેરા, શ્યામભાઇ નાથાણી, દિપકભાઈ ટીલાવત, અશોકભાઈ દાદવાણી, ચંદ્રકાંત ક્રિષ્નાણી, અનિષભાઈ રાચ્છ, ગીરીશભાઈ, જે.પી.ભાવસાર, ગીરીશભાઈ, હિમાંશુભાઇ, ચીરાગ, દિનેશભાઈ સહિતનાએ જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...