દર્દીઓમાં રાહત:વેરાવળ સિવીલમાં રક્તપિત્તનાં દર્દીઓને સારવાર અપાશે, અમદાવાદ નહીં જવું પડે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા

વેરાવળ સિવીલ હોસ્પિટલમાં રક્તપિત્ત- લેપ્રસીના દર્દીઓની સારવાર માટે આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેથી દર્દીઓને હવે રાજકોટ કે અમદાવાદ સુધી સારવાર અર્થે નહીં જવુ પડે જેથી સમય અને નાણાંનો બચાવ થશે. તેમજ ઘર નજીક જ સમયસર સારવાર મળી શકશે. આ અંગે સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. રવિ શામળાએ જણાવ્યું હતું કે, ગીર-સોમનાથમાં વેરાવળ, ઊના, કોડીનાર સહિતના વિસ્તારોમાં રક્તપિત્તના દર્દીઓ જોવા મળે છે.

આ દર્દીઓમાં ખાસ ક્લો હેન્ડ, ફૂટ ડ્રોપ, રીસ્ટ ડ્રોપની ખોડ ખાપણ જોવા મળતી હોય છે. હવે અહીંની હોસ્પિટલમાં રક્તપિત્તના દર્દીઓની સારવાર માટે ફિંગર સ્પ્લીન્ટ, હેન્ડ સ્પ્લીન્ટ, ફૂટ ડ્રોપ સ્પ્લીન્ટ, રીસ્ટ સ્પ્લીન્ટ, એમસીઆર ચપ્પલ જેવા સાધનો દર્દીઓએ તદન નિ:શુલ્ક આપવામાં આવશે. આ સાથે દર્દીઓનુ કાઉન્સેલિંગ અને દવા પણ વિનામૂ્લ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે ડો. દિપર પરમાર અને લેપ્રેસી સુપરવાઈઝર કમલેશભાઈ વાળાએ પણ દર્દીઓને આ સેવાનો લાભ લેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...