તપાસ શરૂ:કાંધી ગામેથી દીપડાનો મૃતદેહ મળ્યો

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગળાના ભાગે ઈજા જોવા મળી,પીએમ રિપોર્ટ બાદ કારણ બહાર આવશે

ગીરગઢડા પંથકના કાંધી ગામેથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે.પીએમ રિપોર્ટ બાદ મોત નું કારણ બહાર આવશે.આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગીરગઢડાનાં કાંધી ગામે વાંકલા સીમ-ક્રિકેટ ગ્રાઉન્ડમાં દીપડાનો મૃતદેહ પડ્યો હોય જે એક ગોવાળને ધ્યાને આવતા તેમણે સરપંચ સતુભાઈ સાખટને જાણ કરી હતી.

સરપંચે વનવિભાગને જાણ કરતા સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.અને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે લઈ જવાયો હતો.દીપડાને ગળાના ભાગે ઈજા જોવા મળતા ઇનફાઈટ માં મોત થયું હોવાનું પ્રાથમિક તપાસના બહાર આવ્યું છે.જો કે પીએમ બાદ મોત નું સાચું કારણ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...