તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પતિ-બાળકને છોડીને ભાગી, પણ પ્રેમી રૂપિયા દાગીના લઇને ભાગ્યો

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પત્નીને ભૂલ સમજાતાં પતિ પાસે પાછા જવા 181 પાસે કાકલૂદી કરી

વેરાવળની એક હોટલમાંથી એક મહિલાએ 181 ની મદદ માંગી હતી. તેણે એમ કહ્યું કે, મારો પ્રેમી મને લગ્નની લાલચ આપીને અહીં લાવ્યો. અને હવે તે અહીં મૂકીને ભાગી ગયો છે. મને રૂમની બહાર નિકળવાની ના પાડી છે. તમે લોકો આવી મને અહીંથી લઈ જાવ. આથી અભયમના કાઉન્સેલર મનીષાબેન ઢોલિયા, કોન્સ્ટેબલ જિજ્ઞાસાબેન અને ડ્રાઇવર ભાવેશભાઇ રબારી સ્થળ પર પહોંચ્યા હતા. અને 23 વર્ષિય મહિલાની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, મારા પ્રેમીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેણે પૈસા માટે લગ્નની લાલચ આપી. મને મારા પતિ અને બાળકથી અલગ કરી.

પછી લગ્ન કરવાને બદલે હોટલમાં એકલી મૂકીને જતો રહ્યો. મેં મારી બેગમાં જોયું તો મારા પૈસા અને દાગીના ગાયબ હતા. મારી ભૂલ થઈ ગઈ કે, મારા પતિને આ લાલચુ માણસ માટે છોડ્યા. મારા પતિને તમે સમજાવો કે, મને માફ કરીને અપનાવી લે. આથી તેને પોલીસ સ્ટેશને લઈ જઇ તેના પતિને પોલીસ સ્ટેશને બોલાવી તેમને સમજાવી માણસ માત્ર ભૂલને પાત્ર હોવાનું કહી માફી આપવા કહ્યું. મહિલાના પતિએ પણ પત્નીની ભૂલને માફ કરી તેને સ્વીકારવા તૈયાર થતાં પ્રેમીના દગાનો ભોગ બનેલી મહિલાને પરિવાર પાછો મળ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો