ડોર ટુ ડોર સર્વે:પ્રવાસન સ્થળોને ડેંગ્યુ અને ચીકન-ગુનિયા મુક્ત રાખવા ઝૂંબેશ શરૂ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીર સોમનાથના 2.46 ઘરોનો ડોર ટુ ડોર સર્વે કરાયો

ગીર સોમનાથ જિલ્લો આખો પ્રવાસન સ્થળો ધરાવે છે. અગામી દિવસોમાં આખા જિલ્લામાં પ્રવાસીઓનો ધસારો થવાનો છે. ત્યારે આ સ્થળોને ડેંગ્યુ, ચીકનગુનિયા અને મેલેરિયાથી મુક્ત બનાવવા જિલ્લાભરના 2.46 લાખ ઘરોમાં સર્વે કરાયો હતો.ગીર સોમનાથમાં મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગ વકરે નહીં તે માટે આરોગ્ય તંત્રે 2.46 લાખ ઘરોનો ડોર-ટુ-ડોર સર્વે કરીને 5,41,308 પાત્રો તપાસ્યા હતા. જે પૈકી 21,693 પાત્રોમાં દેખાયેલા મચ્છરોના બ્રીડિંગ માટેના ટેમોફોસનો કેરોસીન નાખી નાશ કરાયો હતો.

સર્વે દરમિયાન પાણી ભરેલા પાત્રો, ફ્રીઝ, કુલર, ફૂલદાની, ટાયર, ભંગાર, અગાશી, પાણી ભરેલા ખાડા વગેરેની તપાસણી કરાઇ હતી. જ્યારે આઉટડોરમાં મોટા ખાડા-ખાબોચિયામાં 1564 બ્રીડીંગ પ્લેસમાં ડાયફ્લુ બેન્ઝુરોન તથા બળેલું ઓઈલ નાખવામાં આવ્યું હતું. જેના પરિણામે તેની અંદર રહેલા મચ્છરના લારવાનો શ્વાસ લેવા પાણીની સપાટી પર આવે ત્યારે ઓક્સીજન ન મળવાથી અંદર જ નાશ થઇ જાય છે. સોર્સ રીડકશન હેઠળ 31,642 બ્રીડીંગ પ્લેસનો નાશ કરી 2040 ઘરોમાં ફોગીંગ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...