તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:સોમનાથમાં સ્વ. કેશુભાઈ પટેલની બીજી માસિક પુણ્યતિથીએ જરૂરિયાતમંદોને ધાબળા અને લાયબ્રેરીમાં પુસ્તકો અર્પણ કરાયા

સોમનાથ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોમનાથ મંદિરમાં ટ્રસ્ટની લાયબ્રેરીમાં પુસ્તકો આપવાની સાથે ગરમ વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
સોમનાથ મંદિરમાં ટ્રસ્ટની લાયબ્રેરીમાં પુસ્તકો આપવાની સાથે ગરમ વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું હતું.
  • 875 જટેલા પુસ્તકો સોમનાથ ટ્રસ્ટની લાયબ્રેરીમાં અને 100 લોકોને ધાબળા અપાયા

સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ સ્વ.કેશુભાઇ પટેલની બીજી માસિક પુણ્‍યતિથીએ પુસ્તકો સોમનાથ ટ્રસ્ટની લાયબ્રેરીમાં મૂકવામાં આવ્યાં છે. સાથે જ જરૂરીયાતમંદ 100 લોકોને શિયાળાની ઠંડીથી બચવા માટે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યાં હતાં.

ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કેશુભાઈના પુસ્તકોનું દાન કરાયું
પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલનું બે માસ પહેલા તા.29 ઓક્ટોબરના રોજ નિધન થયેલ હતુ. તેમની બીજી માસિક પૂણ્યતીથી નિમીતે કેશુભાઇ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઇને જેટલા પણ પુસ્તકો તેમની પાસે હતાં. તે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત કનૈયાલાલ મુનશી લાઇબ્રેરીને અર્પણ કરવામાં આવ્યા છે. જેમાં 875 જેટલા મુલ્યાવાન પુસ્તકો ગ્રંથોમાં ધાર્મિક આધ્યાત્મિક પ્રવાસન સાંપ્રત વિષયોને લગતા પુસ્તકોનો સમાવેશ થાય છે.

સોમનાથ મંદિર બહાર બેસતા ભિક્ષુકોને ઠંડીમાં ગરમી આપતાં ધાબળા અપાયા હતાં.
સોમનાથ મંદિર બહાર બેસતા ભિક્ષુકોને ઠંડીમાં ગરમી આપતાં ધાબળા અપાયા હતાં.

મંદિર આસપાસ રહેતા લોકોને ધાબળા અપાયા
આ કાર્યક્રમ સોમનાથના ટીએફસી સેન્ટર ખાતે ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડા, એક્ઝી. મેનેજર દિલિપભાઇ ચાવડા, હમીરજી ગોહિલ ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાળા, મિલનભાઇ જોશી, સુરૂભા જાડેજા, ઉમેદસિંહ જાડેજા સહીતની ઉપસ્થિતિમાં યોજાયો હતો.સ્વ. કેશુભાઇ પટેલની એક વર્ષ સુધીની તમામ માસિક તિથીએ સેવાના વિવિધ પ્રોજેક્ટો સોમનાથ ખાતે કરવાનો નિર્ધાર કરાયો હતો. જે અંર્તગત બીજી પુણ્યતિથીએ સોમનાથ મંદિરની આસપાસ બેસતા ઠંડીથી ઠુઠવાતા જરૂરીયાતમંદ 92 ભિક્ષુકો-નિરાધારોને ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવેલ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો