ગૌરવ:કોડીનારની શ્રમિક પુત્રી કિક બોક્સિંગ વિશ્વ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

વેરાવળ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોડીનારની શ્રમિક પુત્રી વિશ્વ કપમાં કિક બોક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે - Divya Bhaskar
કોડીનારની શ્રમિક પુત્રી વિશ્વ કપમાં કિક બોક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
  • સપનાઓ સાથે સમાધાન નહિં, લક્ષ્ય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરો: મનીષા વાળા, ગોલ્ડ મેડલ મેળવવાનો લક્ષ્યાંક

ગીર-સોમનાથ જિલ્લાનાં કોડીનારનાં એક શ્રમિક પરિવારમાંથી આવતી દીકરી આયર્લેન્ડનાં ડબલીનમાં માર્ચ-2022માં યોજાનાર ઓપન ઇન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તે કિક બોક્સિંગનાં ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમમાં 60 વેઇટ કેટેગરીમાં ક્વોલીફાય થઇ છે.

હાલ વડોદરામાં તાલિમ મેળવી રહેલી મનીષા વાળાએ જણાવ્યું હતું કે, સપનાઓ સાથે સમાધાન નહિં, લક્ષ્ય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરતાં રહો, એક દિવસ પરિણામ તમારા પક્ષમાં હશે. મને બાળપણથી જ રમત-ગમત પ્રત્યે ખૂબ લગાવ હતો. જે શોખ મને આજે આ મુકામ પર લાવ્યો છે. પરિવારની વિપરીત પરિસ્થિતી હોવા છતાં મારા પિતા સિમેન્ટ ફેક્ટરીમાં એક મજુર તરિકે કામ કરે છે. સ્પોર્ટસમાં આગળ વધવા પાછળ પિતા જગદિશભાઈ અને માતા પ્રાંચીબેનનો મહત્વનો ફાળો રહ્યો છે.

હાલ રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે સ્પોટ્સમાં કારકિર્દી બનાવવાંની દિશામાં ગુજરાતનું યુવાધન આગળ વધ્યું છે. ત્યારે મને આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ મળવા મુશ્કેલ હતા. પરંતુ હાલ સિદ્ધાર્થ ભાલેગરે દ્વારા મને કોચિંગ મળી રહ્યું છે. અને તેઓ કિક બોક્સિંગમાં ખ્યાતિ પ્રાપ્ત કોચની સાથે સારા ખેલાડી પણ રહી ચૂક્યાં છે.

ગોવામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વિશ્વ કપમાં ક્વોલીફાઇ
ઓપન ઇન્ટરનેશનલ વર્લ્ડ કપમાં 60 વેઈટની કેટેગરીમાં ક્વોલીફાઈ થવાં માટે ઓગસ્ટમાં ગોવાનાં દયાનંદ બદોંગર ક્રીડા સંકુલ પેડેમ ખાતે સીનીયર નેશનલ કીક બોસ્સિંગનાં કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેના આધારે હિમાચલ પ્રદેશનાં ઈન્દીરા ગાંધી સ્ટેડિયમ ખાતેનાં ઈન્ડિયા કેમ્પમાં સામેલ થતાં આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવામાં આવી હતી.

બાળપણથી જ માર્શલ આર્ટમાં રૂચી હતી : મનિષા
બાળપણમાં જ્યારે પીટી ટીચર જૂડો શીખવતાં ત્યારથી જ માર્શલ આર્ટસમાં મારી રૂચી કેળવાઇ હતી. અને બધા સ્પોર્ટસનું સંગમ પણ કિક બોક્સિંગમાં જોવા મળે છે. જેમાં તમે પંચની સાથે કિકનો પણ ઉપયોગ કરી શકો છો. કિક બોક્સિંગમાં ફોકસની સાથે સ્પીડનું મહત્વ હોવાથી તેમાં સફળતાં અપાવે છે. ઉપરાંત મે જુદી-જુદી સ્પર્ધામાં 9 વાર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...