તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાણોની તપાસનો મામલો:ગીર સોમનાથના ઇન્ચાર્જ SPનો ચાર્જ પરત લઇ લેવાયો એ આઘાતજનક અને દુર્ભાગ્યપૂર્ણઃ કોંગ્રેસના ધારાસભ્ય

વેરાવળ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઇન્ચાર્જ એસપી પાસેથી ચાર્જ પરત લઇ લેવાતા કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપો કર્યો - Divya Bhaskar
ઇન્ચાર્જ એસપી પાસેથી ચાર્જ પરત લઇ લેવાતા કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપો કર્યો
 • તપાસનો રેલો ગાંધીનગર સુધી ન પહોંચે એ માટે ચાર્જ લઇ લેવાયાનો કોંગી ધારાસભ્ય પુંજા વંશ અને મોહન વાળાનો આક્ષેપ

ગીર સોમનાથ જિલ્લામાં ખનીજચોરો સામે તવાઈ બોલાવનાર ઇન્ચાર્જ એસપીનો ચાર્જ પરત લેવાને લઇને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના બે ધારાસભ્યો પુંજા વંશ અને મોહન વાળાએ ચાર્જ પરત લેવાના નિર્ણયને આઘાતજનક અને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. આ સાથે જ તેમણે વહીવટી અને પોલીસ તંત્ર સામે આક્ષેપો કર્યા છે. બન્ને ધારાસભ્યોએ આક્ષેપ કરતા જણાવ્યું છેકે, ઇન્ચાર્જ એસપીએ ગેરકાયદે ખાણો પર દરોડો પાડી પર્દાફાશ કર્યો છે. જેની તપાસનો રેલો ગાંધીનગર સુધી ન પહોંચે એ માટે ચાર્જ લઇ લેવામાં આવ્યો છે. સાથે જ તેમણે સરકાર સીટની રચના કરી આ પ્રકરણમાં ન્યાયિક તપાસ કરાવે તેવી માગ કરી છે.

11 ગેરકાયદે ખાણો પર દરોડો પડ્યા બાદ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો
11 ગેરકાયદે ખાણો પર દરોડો પડ્યા બાદ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો

શું અગાઉના એસપીને આ પ્રવૃતિની ખબર ન હતી?
વડામથક વેરાવળમાં આજે સાંજે કોંગી ઘારાસભ્‍ય પુંજાભાઇ વંશ અને મોહનભાઇ વાળાએ શનિવારે પત્રકાર પરીષદ યોજી જણાવ્યું છેકે, જિલ્લામાં મિલીભગતથી વ્‍યાપકપણે જે રીતે ખનીજચોરી પ્રવૃતિ ઘમઘમે છે જેનો ઇન્‍ચાર્જ એસપીએ જે રીતે પર્દાફાશ કર્યો છે, તેનો કોડીનારથી લઇ ગાંઘીનગર સુઘી રેલો ન આવે એટલા માટે પોલીસવડાનો ચાર્જ લઇ લેવામાં આવ્‍યો છે જે આઘાતજનક દુર્ભાગ્‍યપુર્ણ છે. કારણ કે, આ સરકારમાં આવા અઘિકારીઓ જયારે સારૂ કામ કરતા હોય ત્‍યારે તેને ડીમોરલાઇઝ કરવા સરકાર આ પ્રકારના નિર્ણય કરે ત્‍યારે નિષ્‍ઠાથી ફરજ બજાવવા માંગતા તેવા કોઇ અઘિકારીઓ ભવિષ્‍યમાં પ્રામાણીકતાથી ફરજ બજાવશે કે કેમ તે સવાલ ઉભો થયો છે. જો ઇન્‍ચાર્જ એસપીએ 11 ગેરકાયદેસર ખાણો પકડી છે તો શું અગાઉના એસપીને આ પ્રવૃતિની ખબર ન હતી ? તેવો સવાલ કર્યો હતો.

ઇન્ચાર્જ એસપીએ દરોડો પાડી 11 ખાણો પકડી પાડી હતી
ઇન્ચાર્જ એસપીએ દરોડો પાડી 11 ખાણો પકડી પાડી હતી

સાચી હકિકત બહાર લાવવા સીટની રચના કરવામાં આવે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા.21 નવેમ્‍બરના રોજ જિલ્લાની ફરીયાદ સંકલનની બેઠકમાં જ અમે ઘાંટવડ સહિતના આસપાસના વિસ્‍તારમાં ગેરકાયદે ખાણો ઘમઘમતી હોવાની ફરિયાદ કરી હતી. જે અંગે કલેકટરએ કડક પગલાઓ લેવાની વાત કરી હતી. જે ન લેવાયા હોવાથી હાલમાં 11 ખાણો પકડાય છે. શું જિલ્લામાં ઘમઘમતી ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિઓ બાબતે કલેકટર કે પોલીસવડાની કોઇ જવાબદારી છે કે કેમ? જો ઇન્‍ચાર્જ એસપીઓ દરોડો પાડી ગેરકાયદેસર 11 ખાણો પકડી પાડી છે ત્‍યારે જિલ્લામાં એલસીબી, એસઓજી, આર.આર.સેલ જેવી બ્રાંચો કરે છે શું? તેવો સવાલ થાય છે. જો સરકાર સાચી હોય તો સીટની રચના કરી જિલ્લામાં જેટલી ગેરકાયદેસર ખાણો ચાલે છે. તેની ગણતરી કરાવી તેની ન્‍યાયિક તપાસ કરાવી જે કોઇ સામેલ હોય તેઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો