સુવિધા:ચોમાસાને લઇ ગિર સોમનાથ જિલ્લાનો સિંચાઇ કંટ્રોલ શરૂ

વેરાવળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં મધ્યમ કદના 3 દરવાજાવાળા અને 2 દરવાજા વિનાના ડેમ છે

આગામી ચોમાસાની ઋતુને લઈને ગિર સોમનાથ જિલ્લાના સિંચાઈ વિભાગ અને તાલુકા મામલતદારના કન્ટ્રોલરૂમ ધમધમતા થઇ ગયા છે. સોમનાથ વર્તુળ સિંચાઈના કાર્યપાલક ઇજનેર એ. પી. કલસરિયા અને મદદનીશ ઇજનેર ગાધેએ જણાવ્યું હતું કે, આગામી ચોમાસાની ઋતુમાં ભારે પુર કે પવનના પડકારોને પહોંચી વળવા સિંચાઈ વિભાગ સક્ષમ કટીબદ્ધ છે.

1 જુનથી ફલડ અને સિંચાઇ ડેમનો કન્ટ્રોલ રૂમ ધમધમતો કરી દેવાયો છે જે 31 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. જિલ્લામાં મધ્યમ પ્રકારની 5 સિંચાઈ યોજના છે. જેમાં દરવાજાવાળા 3 અને દરવાજા વિનાના 2 ડેમ છે. અહીં 3 પાળીમાં આજથી જ ડ્યુટી ફાળવાઇ છે. જ્યાં દર 2 કલાકે વરસાદના આંકડા અને ઓવરફલોની વિગત નોંધાતી રહેશે.

  • તાલાલા ગીર પંથકમાં બંધાયેલો હિરણ 2 ડેમ અને કમલેશ્ચર ડેમ 1959 મા બંધાયેલો છે જે 60 વરસમાં 20 વખત છલકાયો છે.
  • 1961 મા પ્રથમ વખત ઓવરફલો પછી 1970, 71, 79,80,83,88,89,92,94,2003,2004,05,06,07,08,10,2011,2013,2018,2019,2020
અન્ય સમાચારો પણ છે...