તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશમાં પફર ફિશથી મોતનો પ્રથમ કિસ્સો:વેરાવળમાં સવા વર્ષ પહેલાં માછીમારોનાં ફૂડ પોઇઝનિંગથી મોત થયાં હતાં

વેરાવળ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પફરને યોગ્ય રીતે રાંધીને ખાઈ શકાય એમ સાબિત કર્યું

પફર ફિશ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતના દરિયામાં પુષ્કળ માત્રામાં જોવા મળે છે. આ પફર ફિશ પર કરાયેલા રિસર્ચ અંગે સીઆઇએફટી સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. આશિષ ઝાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે મે 2020માં વેરાવળ બંદરે 4 પરપ્રાંતીય માછીમાર મજૂરોએ પફર ફિશ ખાધી હતી, જે પૈકીના એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પફર ફિશ - ફાઇલ તસવીર
પફર ફિશ - ફાઇલ તસવીર

ડો. અનુપમા ટીકે સહિતની ટીમે આ મુદ્દે મહિનાઓ સુધી રિસર્ચ કરીને પફર ફિશથી થયેલા ફૂડ પોઇઝનિંગનો ભારતનો એ પ્રથમ બનાવ સાબિત કર્યો હતો. આ વૈજ્ઞાનિકોએ પોલીસ અને તબીબોને મળી તેઓ પાસેથી તે માછીમારના મૃત્યુ અને સારવાર અંગેની સંપૂર્ણ કેસ હિસ્ટ્રી એકઠી કરી હતી, જેને પફર ફિશ ખાઈને પોઇઝનિંગ થયું હતું. એના અંશો લઈને એનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો.

પફર ફિશ રાંધવાની એડવાઇઝરી બનાવવાનું શરૂ
દરમિયાન સીઆઇએફટી દ્વારા એડવાઇઝરી બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે. એ સ્થાનિક માછીમાર સમાજના લોકો સરળતાથી સમજી શકે એ માટે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં ત્રણેય ભાષામાં હશે.

જાપાનમાં પફર ફિશ રાંધવાનો કોર્સ થાય છે
ડો. અનુપમા ટીકેના કહેવા મુજબ, જાપાન સહિતના દેશોમાં પફર ફિશ રાંધવા માટે અલગથી કોર્સ બનાવીને જાણકારી અપાય છે, જેથી તેને પકવ્યા બાદ એમાં ઝેર ન વ્યાપે અને કોઈનું મૃત્યુ ન થાય. આ રિસર્ચને આંતરરાષ્ટ્રીય ફોરમે માન્યતા આપી છે.

અન્ય સમાચારો પણ છે...