વિરોધ:વેરાવળમાં કોંગ્રેસે મોંઘવારીનાં પુતળાનું દહન કરી વિરોધ કર્યો

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ,ડીઝલનાં ભાવ આસમાને, બેરોજગારી વધી :કોંગ્રેસ

અઢી દાયકાથી રાજ્યમાં ભાજપની સરકારના પ્રજા વિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, કોવિડ મહામારીથી વધારે ભીંસ અનુભવી રહી છે. પ્રજાજનોને રાહત આપવાના કોઈ પ્રજાલક્ષી નિર્ણયો ભાજપ સરકારે લીધા નથી. પેટ્રોલ-ડીઝલ - રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારો ઝીંકી રહી છે.

મોંઘવારી, બેરોજગારીનાં વિરોધમાં વેરાવળ કોંગ્રેસ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું હતું અને સરકાર નિષ્ફળ ગયાનાં આક્ષેપ કર્યાં હતાં. આ તકે મનસુખભાઈ ગોહેલ, હારૂનભાઈ ચોરવાડા, સંગીતાબેન ચાંડપા, દેવેન્દ્રભાઈ મોતીવારસ, રમેશભાઈ રાઠોડ, પ્રતાપભાઈ ડોડીયા, ભગુભાઈ વાળા,ગુલામ ખાન સહિતનાં હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...