લોકરોષ:વેરાવળમાં પખવાડિયાથી ગોઠણડૂબ વરસાદી પાણીના ભરાવાથી લોકરોષ

વેરાવળ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળના વોર્ડનં.1, 2, 5 અને 6ની સોસાયટીઓમાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી
  • ઘારાસભ્યએ નગર પાલિકાને તાળાબંધી, રસ્તા રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારી

વેરાવળમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યાના પખવાડિયું થયું હોવા છતાં ગોઠણડુબ વરસાદી પાણી ભરાયા છે. આ બાબતે તંત્ર દ્વારા પણ ઢીલી નીતિ હોઈ તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અનેક રજૂઆત કરી હોવા છતાં પરિણામ ન મળતાં ધારાસભ્યએ પાલિકાને તાળાંબંધી અને રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વોર્ડ ન.1ના બિહારી નગર અને 2, 5 અને 6માં સોમનાથ ટોકિઝ આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ભર્યા હોવાથી રહિશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ઉપરાંત વાહનચાલકો અને રાહદારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બાળકો અને વૃદ્ધોને રસ્તો ઓળંગવામાં ભારે તકલીફ પડી રહી છે. જેને પગલે કોંગી નગરસેવક અફઝલ પંજાએ લેખિત રજૂઆત કરી હતી. પરંતુ પાલિકાની ઢીલી નીતિ અંગે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સફાઈ કામ નિયમિત કરવા અને વરસાદી પાણીનો નિકાલ કરવા તેમજ પ્રાથમિક સુવિધાઓ કાયમી પૂરી પાડવા રજૂઆત કરી છે. અને જો નહિ કરવામાં આવેતો પાલિકાને તાળાબંધી અને રસ્તો રોકો આંદોલન કરવાની ચીમકી આપી છે.

2019માં સ્ટ્રોમ ડ્રેનેજનું કામ મંજુર કર્યું છે
વર્ષ 2019માં વરાસદી પાણીના કાયમી નિકાલ અંગે સ્ટ્રોમ ડ્રેનેજ (ગટર) બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ કામ ન થતાં હાલ સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. જેથી આ કામગીરી તાત્કાલિક ધોરણે કરવા લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...