તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વેરાવળમાં મિત્રએ ઘરે બોલાવી યુવાનને માર મારી 5 લાખની ખંડણી માંગી

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વેરાવળમાં યુવાક તેના મિત્રએ ઘરે મળવા માટે બોલાવ્યો અને માર માર્યો. મીત્ર સહિત ચાર શખ્સોએ માર મારી ખંડણી માંગતા યુવકએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

વેરાવળના દોલતપ્રેસ વિસ્તારમાં રહેતા અંકીત અતુલભાઇ કોટેચા ઉ.27ને ગત તા.22ના સાંજના સમયે ઉદય કુહાડાનો ફોન આવ્યો હતો. ફોનમાં જણાવ્યું કે કેમ દેખાતો નથી તેમ કહી ઘરે મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ ઘરનો દરવાજો ખખડાવતા હીતેશ ઉર્ફે બંબુળીએ ખોલ્યો હતો. તેની સાથે વિરાજ તથા ઉમંગ બાટીયા નામના શખ્સો પણ ત્યાં હાજર હતાં. તેથી અંકીતએ ઉદય કયાં છે તેમ કહેતા હાજર રહેલા ત્રણેય શખ્સોએ બીભત્સ શબ્દો બોલી પ્લાસ્ટીકના પાઇપ તથા બેટ અને ઢીકાપાટુનો માર મારી વીડીયો બનાવ્યો હતો. ત્યારબાદ રૂ.5 લાખની માંગણી કરી અને જો ઉદયએ કહ્યું કે જો આ વાત કોઈને જણાવીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાના પગલે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ મહિલા પી.એસ.આઇ. અર્ચનાબેન ખુમાણએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો