ક્રાઈમ:વેરાવળમાં 2 પરિણીતાએ સાસરીયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી, દહેજની માંગણી કરતા હોવાનો આક્ષેપ કર્યો

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસીવર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસીવર
  • પોલીસે પીડિતાઓની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે

વેરાવળમાં 2 પરિણીતાએ સાસરીયા વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. વેરાવળમાં ગાંધી ચોક વિસ્તારમાં રહેતી પરિણીતાએ અને ભાલકા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયા દ્વારા ત્રાસ અપાતો હોવાની ફરિયાદ કરી છે. સાથે જ આક્ષેપ કર્યો છે કે સાસરિયા દ્વારા દહેજની માંગણી કરવામાં આવે છે.

સાસુ એવુ કહેતા કે તને ઘરકામ આવડતું નથી અને કરીયાવર પણ લાવી નથી-પીડિતા
વેરાવળમાં ગાંધી ચોક વિસ્તારમાં કટલેરી બજારમાં પીળી શેરીમાં રહેતી રક્ષાબેન નરસીભાઇ વણીક (ઉં.વ.27)એ તેના પતિ નરસીભાઇ તથા સાસુ જમનાબેન કાનજીભાઇ વણીક સામે ફરિયાદ કરી છે. ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે સાસુ એવુ કહેતા કે તને ઘરકામ આવડતું નથી, કરીયાવરમાં કંઇ લાવી નથી. આવું કહીને મને શારીરિક અને માનસિક દુ:ખ આપતા હતા.

સાસરિયાવાળા કહેતા કે કેમ કરીયાવર લાવી નથી-પીડિતા
જ્યારે વેરાવળના ભાલકા વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતી નિકીતાબેન ચીરાગભાઇ રૂપડીયા (ઉં.વ.25)એ ને તેના પતિ ચિરાગ, સસરા ધર્મેન્દ્રભાઇ, સાસુ મનિષાબેન, નણંદ નેહાબેન સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમા જણાવ્યું હતું કે સાસરીયાવાળા ઘરકામ આવડતું નથી અને કરીયાવર કેમ નથી લાવી.. તેવું કહીને મહેણાંટોણા મારતા હતા અને મને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી.

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
વેરાવળ મહિલા પોલીસે બંને ફરિયાદના આધારે આઇ.પી.સી. કલમ 498એ, 303, 504, 506(2) અને 114 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.