તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથ મંદિરના પાર્કિંગની આવક:34 કરોડના ખર્ચે બનાવેલ સોમનાથ મંદિરના પાર્કિંગમાં 5 દિવસમાં રૂ. 5,28,000ની આવક

વેરાવળ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાર્કિંગની જૂન થી નવેમ્બર સુધીમાં રૂ.22.47 લાખ જ્યારે પ્રસાદીની 1 કરોડ 50 લાખ આવક થઇ

સોમનાથ બાર જયોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ મહાદેવના દર્શન દર વર્ષે કરોડોની સંખ્યામાં દેશ વિદેશ માંથી ભાવિકો સોમનાથ મહાદેવના દર્શને આવતા હોય છે. ત્યારે આ વર્ષે અન્ય રાજ્યોના લોકો સોમનાથ તરફ ખુબ ઓછો આવી રહ્યા છે. જૈથી સોમનાથ ટ્રસ્ટની પાર્કિંગની આવકમાં પણ ધટાડો થયો છે.

આ વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને લોકડાઉન થતાં ત્રણ મહિના જેટલો સમય સોમનાથ મહાદેવ મંદિર બંધ રહ્યુ હતું. જ્યારે નિયમ અનુસાર મંદિર ખુલતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાસ સીસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. જેથી ભાવિકો કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે દર્શન કરી જુન થી લઈને અત્યાર સુધી સોમનાથ મહાદેવના દર્શન અંદાજીત 91,6,291 દર્શનાર્થીઓએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો હતો. ત્યારે જુન થી લઈને નવેમ્બર સુધીમાં સોમનાથ ટ્રસ્ટની પાર્કિંગની આવકમાં રૂ.22 લાખ 47 હજાર થયેલ છે.

સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારની પ્રસાદી યોજના અંતર્ગત રૂ.34 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ થી સજ્જ પાર્કિંગ બનાવેલા પાર્કીગમાં 2500 જેટલી ગાડીઓ પાર્ક થઇ શકે છે. ત્યારે દિવાળીના તહેવારોમાં યાત્રિકોનો પ્રવાહ વધતાં પાર્કિંગની આવકમાં વધારો થયો હતો. પાર્કિંગમાં ગાડી રાખવાના ભાવ પણ ખુબ ઓછો હોવાથી સોમનાથ ટ્રસ્ટની આવક પ્રસાદી કરતા ઓછી હોવાનુ જાણવા મળ્યું છે.

સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગ કરતા પ્રસાદીની આવક વધુ
જ્યારે પાંચ દિવસમાં પાર્કીગની રૂ. 5,28,000ની આવક થઈ હતી તો પ્રસાદીમાં રૂ.17,84,475ની આવક થઈ હતી. જેમાં પ્રસાદીની જુન થી લઈને નવેમ્બર સુધી રૂ.1 કરોડ 49 લાખની આવક સોમનાથ ટ્રસ્ટને થવા પામી છે. તો સોમનાથ આવતા ભાવિકો મોટી સંખ્યામાં ગાડી લઈને જ આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો