તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:છેલ્લા પાંચ દિવસમાં 75 હજારથી વધુ ભકતોએ સોમનાથ દાદાને શીશ ઝૂકાવ્યા

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાતાલના તહેવારોમાં સોમનાથ મંદિરના દર્શનાર્થે પ્રવાસીઓ ઉમટ્યા

વિશ્ચ પ્રસિદ્ધ અને ભારતના બાર જયોતિર્લિંગની પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન પૂજન અને પર્યટન અર્થે નાતાલના તહેવારોની રજાઓમાં પર્યટકોનો ભારે પ્રવાહ ઉમટયો છે. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને દીવમાં જતા પર્યટકો ઓછા થતા સોમનાથમાં ભારે પ્રવાસીઓનો પ્રવાહ ઉમટીયો છે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા કહે છે. નાતાલની રજાઓ અને લાંબા સમયની મંદી બાદ સોમનાથ ખાતે પ્રવાસીઓની સારી અવરજવર વધી છે. ગત 24 ડિસે.ની સાંજ થી શરૂ થયેલો પ્રવાહ 28 ડિસે.ની રાત્રી સુધીમાં એટલે કે ચાર દિવસમાં 75 હજાર થી વધુ દર્શનાર્થીઓ દર્શન કરી ચુક્યા છે.

ટ્રસ્ટના તમામ અતિથિગૃહો 90 ટકા જેટલા હાઉસફુલ છે. ત્યારે 25,26 ડીસેમ્બરે 100 ટકા રૂમ ફુલ થયા ગયા હતા. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં દર્શાવતા લાઇટ એન્ડ સાઉન્ડ શૌમાં પણ યાત્રિકોનો ભારે ધસારો રહે છે. જેથી જરૂર પડ્યે બે શો કરવાની સુચના જેતે વિભાગના સંચાલકોન આપી દેવાઇ છે. ટ્રસ્ટ તરફથી સરકારની કોરોના ગાઇડ લાઇન અનુસાર વ્યવસ્થાઓ ગોઠવાઇ છે. મંદિરમાં દર્શન માટે વીના મુલ્યે પાસ પ્રથા ઓનલાઈન અને ઓફ લાઇન કાર્યરત છે. અને આ તહેવારમાં ભારી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. જેથી જ્યારે-જ્યારે ભીડ વધે છે ત્યારે-ત્યારે મંદિર પરિસરમાં એન્ટ્રી ગેટ થી યાત્રિકોને ટ્રસ્ટ નિયત કરેલ સમયપત્રકમાં સવારે 11:30 થી 12:30 અને સાંજે 6:30 થી 7:30 પરિસર સુધી પ્રવેશ બંધ રખાયેલ છે. જે ભારી ભીડની વ્યવસ્થા રૂપે દર્શનાર્થીઓને એન્ટ્રીગેટ થી દિગ્વીજય દ્વાર સુધી વિશાળ જગ્યામાં આરતી ચાલુ હોય ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ નહીં અપાય પણ દર્શનાર્થીઓ બહાર થી આરતીનો લાભ લઇ શકે તે માટે એલ.ઈ.ડી. ટીવી સ્કીન ગોઠવવામાં આવી છે. }રાજેશ ભજગોતર

સતત ચાર દિવસ યાત્રાળુઓનો ઘસારો
ગત 23 ડીસેમ્બર સુધીમાં સમગ્ર માહિનામાં 1 લાખ 73 હજાર લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા ત્યાર પછીની તારીખોના દર્શનાર્થીઓની સંખ્યામાં 24 ડીસેમ્બરે 7889, 25 ડીસેમ્બરે 14969, 26 ડીસેમ્બરે 20626, 27 ડીસેમ્બરે 20827, 28 ડીસેમ્બરે રાત્રીના સાત સુધીમાં 13 હજાર જેટલા દર્શનાર્થીઓ દર્શન કર્યા છે.

ગુજરાત ટુરીઝમનો આત્મા પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર
નાતાલના દિવસોમાં સોમનાથ આવેલ ભાવિકો પ્રવાસીઓ મહાત્મા ગાંધીજીને લગતા પ્રદર્શન નિહાળી શકે તે માટે તસ્વીર પ્રદર્શન ગુજરાત ટુરીઝમ તરફથી અને આત્મા પ્રાજેકેટ તરફ થી ઓર્ગેનિક ખેત પેદાશ ઉત્પન્ન વસ્તુઓના વેચાણના સ્ટોલો મંદિર પાસે રખાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો