તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીરની ધરા ધણધણી ઊઠી:તાલાલા ગીર પંથકમાં 8 કલાકમાં ભૂકંપના 19 આંચકા આવતાં ગભરાટ, 1.4થી 3.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા

તાલાલા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રવિવારની મધરાત્રે 1 વાગ્‍યાથી શરૂ થઈ સોમવારે સવારે 9 સુધીમાં ભૂકંપના આંચકાઓથી ગીર પંથકની ધરા ધણધણી ઊઠી

ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા શહેર અને આસપાસના ગીર પંથકમાં ગત મધ્યરાત્રિથી આજે સવારે સુધીમાં ભૂકંપના 19 જેટલા જોરદાર આંચકા આવતાં લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો છે. 19 આંચકામાં સૌથી વઘુ 3.3 તીવ્રતાનો આંચકો મોડી રાત્રે 3: 53 વાગ્યે આવેલો અને તમામ ભૂકંપના આંચકાનું કેન્‍દ્રબિંદુ તાલાલા શહેરથી 12 કિમી દૂર નોર્થઇસ્‍ટમાં હોવાનું નોંધાયું છે. છેલ્‍લા અઠવાડિયાથી સતત તાલાલા અને ગીર પંથકની ધરા ધ્રૂજી રહી છે અને દરરોજ ભૂકંપના આંચકા આવી રહ્યા છે, જેથી આ વિસ્‍તારમાં ભૂકંપની નવી ફોલ્‍ટલાઇન સક્રિય થઇ હોવાનું જાણકારોમાં ચર્ચાય રહ્યું છે.

કેન્‍દ્રબિન્‍દુ તાલાલાથી 12થી 13 કિમી દૂર
છેલ્‍લા એક અઠવાડિયાથી તાલાલા શહેર અને ગીર પંથકમાં ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. ગઇકાલે રવિવારે સવારે અને બપોરે એક-એક આંચકા આવ્‍યા હતા. ત્‍યાર બાદ મઘ્‍યરાત્રિથી ફરી ભૂકંપના આંચકા શરૂ થયા હતા અને સોમવારે સવાર સુધીમાં 19 જેટલા આંચકાથી તાલાલા પંથકની ધરા ધણધણી હતી. આ તમામ ભૂકંપના આંચકાનું કેન્‍દ્રબિન્‍દુ તાલાલાથી 12થી 13 કિ.મી. દૂર ઇસ્ટનોર્થમાં નોંધાયું છે.

મોડી રાત્રે 3 : 45 વાગ્યે 3.3ની તીવ્રતાનો જોરદાર આંચકો આવ્યો
રવિવારની મઘ્‍યરાત્રિથી સોમવારે સવાર સુધીમાં આવેલા 19 જેટલા ભૂકંપના આંચકામાં મોડી રાત્રે 3 : 45 વાગ્યે 3.3ની તીવ્રતાનો જોરદાર આંચકો આવ્યો હતો. ત્‍યાર બાદ 3.1થી લઇને 1.5 તીવ્રતાના જુદા-જુદા આંચકા આવ્‍યાનું નોંધાયું છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી જિલ્લાના તાલાલા અને ગીર પંથકમાં સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય સાથે ગભરાટનો માહોલ પ્રસર્યો છે.

તાલાલામાં 8 કલાકમાં 19 આંચકા
રાત્રે 1:15 વાગ્યે 2ની તીવ્રતા
રાત્રે 1:42 વાગ્યે 1.7 તીવ્રતા
રાત્રે 3:11 વાગ્યે 2.2 તીવ્રતા
રાત્રે 3:46 વાગ્યે 3.3 તીવ્રતા
રાત્રે 3:55 વાગ્યે 3.2 તીવ્રતા
રાત્રે 3:56 વાગ્યે 3.1 તીવ્રતા
રાત્રે 3:58 વાગ્યે 1.8 તીવ્રતા
સવારે 4:7 વાગ્યે 2.4 તીવ્રતા
સવારે 4:44 વાગ્યે 2.9 તીવ્રતા
સવારે 5:26 વાગ્યે 2 તીવ્રતા
સવારે 5:27 વાગ્યે 3.1 તીવ્રતા
સવારે 5:28 વાગ્યે 2.5 તીવ્રતા
સવારે 5:35 વાગ્યે 1.8 તીવ્રતા
સવારે 5:40 વાગ્યે 1.4 તીવ્રતા
સવારે 6:09 વાગ્યે 2 તીવ્રતા
સવારે 7:34 વાગ્યે 3.1 તીવ્રતા
સવારે 8:06 વાગ્યે 1.9 તીવ્રતા
સવારે 8:12 વાગ્યે 2.1 તીવ્રતા
સવારે 9: 26 વાગ્યે 3.2 તીવ્રતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો