આક્ષેપ:સામતેર SBIમાં કર્મીઓ દ્વારા ગ્રાહકો સાથે થતું ઉદ્ધતાઈ ભર્યું વર્તન

ઊના13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ-ધંધા છોડી બેંક પર જાય છે પણ માત્ર ધક્કો જ થાય છે, કાર્યવાહીની માંગ ઉઠી

સામતેર એસબીઆઈ શાખામાં આવતા ગ્રાહકો સાથે કર્મીઓ ઉદ્ધતાય ભર્યું વર્તન કરતા હોવાનાં આક્ષેપ થઈ રહ્યાં છે.ઊનાનાં સામતેર ગામે એસબીઆઈ શાખા કાર્યરત છે. જ્યાં વિવિધ કામ અર્થે જતા ગ્રાહકોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત વાલીઓ જ્યારે બાળકોને મળતી શિષ્યવૃત્તિને લઈ એકાઉન્ટ ખોલાવવા જાય છે. ત્યારે કર્મીઓ પોતાની મનમાની કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. અને આધારકાર્ડ લીંક તેમજ કેવાયસીનાં બહાના આગળ ધરાય છે. લોકો કામ ધંધા છોડી બેંક પર કામ સમયસર થવાની આસાએ જતા હોય છે. પરંતુ ત્યાં ધક્કો જ થાય છે.

અન્ય સમાચારો પણ છે...