જાત મહેનત જિંદાબાદ:પડાપાદરમાં નદી પર લોકોએ જાતે પુલ બનાવવાનું શરૂ કર્યું, અગાઉ અનેક રજૂઆત કરવા છતાં પુલ ન બન્યો

ઊના15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાવલ નદીના બન્ને કાંઠે વસવાટ કરતાં ખેડૂતો છાત્રોને હાલાકી

ગીર ગઢડા તાલુકાના પડાપાદર ગામની વચ્ચેથી પસાર થતી રાવલ નદીનો પુલ ન હોવાને લીધે ગામલોકોને ભારે હાલાકી. આથી પુલ બનાવવા સ્થાનિ આગોવાનો જાત મહેનતે અને સ્વખર્ચે કાચો પુલ બનાવાની કામગીરીમાં જોતરાયા છે. ગામ લોકો આગેવાનોએ પોતાના સ્વખર્ચે નદીમાં પાણીના વહેંતા પ્રવાહમાં ટ્રેક્ટરો જીસીબી વડે ભુંગળા નાખી કાચો બેઠો પુલ બનાવવાની કામગીરી શરૂ કરી છે. આથી લોકો નદીમાંથી ગામના લોકો ખેડૂતો છાત્રો સહેલાઇથી પસાર થઈ શકે. જેના પગલે લોકોમાં ખુશી જોવા મળી હતી. પડાપાદર ગામની વસ્તી આશરે 2500 જેટલી હશે અને ગામ વચ્ચેથી રાવલ નદી પસાર થાય છે.

નદીના બન્ને ભાગમાં ગામ લોકો અને ખેડૂતો વસવાટ કરે છે. ચોમાસા દરમ્યાન ભારે વરસાદ બાદ નદીમાં પુર આવે ત્યારે લોકો અવર-જવર કરી શક્તા નથી. ખેડૂતો પોતાના ખેતરે જવા તેમજ છાત્રોને અભ્યાસ માટે નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે. આ બાબતે ગામ લોકો આગેવાનોએ તંત્રને અનેક રજુઆતો કરવા છતાં આજદીન સુધી નદી પર પુલ બાંધવામાં આવ્યો ન હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આ બેઠો પુલ બનાવવામાં રૂ.25 હજારોનો ખર્ચે થશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.

આ બાબતે અગાઉ ઉચ્ચકક્ષાએ અનેક રજુઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણીય હલતું ન હોવાથી અંતે ગામના આગેવાનો કામે લાગ્યાં છે. જો કે આ પુલ મંજુર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આજદીન સુધી પુલ બનાવવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

પાણીનો પ્રવાહ ધીમો પડતાં 20 લોકો કામે લાગ્યાં
નદીમાં પાણીનો પ્રવાહ ધીમો પડતા જ ગામ લોકો અને આગેવાનો દ્વારા નદી પર કાચો પુલ બનાવવાનું નક્કી કરાયું હતુ. અને ગામના આગેવાનો કનકસિંહ ગોહીલ, શૈલેષસિંહ રાજપુત, ઝીણાભાઇ, કપીલબાપુ તેમજ રામભાઇ ગોહીલ સહીતના 20થી વધુ લોકોએ પોતાના ખર્ચે નદી ઉપર કાચો પુલ બનાવવાની કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...