કાર્યવાહી:કાણક બરડામાં નેશનલ હાઈવે દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેતીની જમીન ખુલી કરાવાઇ

ઊના19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70 વર્ષથી દિકરાની જેમ સાચવી છે તે બોલતા જ વૃદ્ધા રડી પડ્યા

ઊનાનાં કાણેકબરડા ગામેથી પસાર થતા નેશનલ હાઇવેને અડી આવેલ ખેડૂત ખાતેદાર કાળીબેન પુનાભાઇ સોલંકીની 159 પૈકી 1ની જમીન આવેલી છે. તે આ જમીન સરકાર દ્રારા 2016માં બિનપીયતનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ કાળીબેનની જમીન હકીકતમાં પિયત વાળી જમીન હતી. જે એવોર્ડ મળતા 27 સપ્ટે.2016માં કાળીબેનએ પ્રાંત કચેરી ખાતે અરજી કરી હતી કે આ જમીન સ્થળ પર તપાસ કરી ખરાઇ કરી શકો છો કે આ જમીન પિયત વાળી જમીન છે.

તો આ બિનપિયતનો એવોર્ડ કેવી રીતે અપાયો છે. આ બાબતે ત્રણ વખત અરજી કરેલી હતી. પરંતુ તંત્ર દ્રારા કોઇપણ પગલા લેવામાં આવતા ન હતા. આજે ઉના મામલતદાર, પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને કાળીબેન તથા તેમના ત્રણ પુત્રોને બોલાવીને મામલતદાર દ્રારા સમજાવટ કરી બાહેધરી આપી હતી કે, તેમને જમીન પિયતમાં તમારો એવોર્ડ આપીશું.

આ જમીન મે મારા દિકરાની જેમ સાચવી છે : કાળીબેન
કાળીબેને જણાવ્યું હતું કે, આ સોના જેવી જમીનનો આજ સુધી એક પણ રૂપિયો મળેલ નથી. તેમ છતાં અમારે સગાહાથે કબજો આપવો પડે એવી નોબત આવી છે. આ જમીન પર 14 ગુંઠાનો એવોર્ડ છે. હાલ 18 ગુંઠા જેટલી જમીન હાઈવે દ્વારા કબજે લીધેલ છે. તેમ છતાં અમારે કડવો ઘુટડો ઉતારવો પડ્યો છે. આ શબ્દ બોલતાની સાથે જ કાળીબેનની આંખમાંથી આસુ વહેવા લાગ્યા હતા. વધુમાં 70 વર્ષથી મારા દિકરાની જેમ રાખી છે પરંતુ આજે મારી જમીન ખુલ્લી થતા મારૂ કાળજુ ધ્રુજે છે અને મને આ સારૂ લાગતુ નથી.

અન્ય સમાચારો પણ છે...