તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ડારી ગામે ફોર વ્હીલરમાં બાઈકની ટક્કર લાગતા 9 શખ્સોએ હુમલો કર્યો

વેરાવળ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર વ્હીલર રસ્તા પર કેમ રાખે છે? તેમ કહીં હથીયાર સાથે તુટી પડતા 3ને ઈજા
  • ગંભીર ઈજા પામતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડયા, મરીન પોલીસે તપાસ હાથ ધરી

વેરાવળ તાલુકાના ડારી ગામે ફોર વ્હીલરમાં મોટર સાયકલનું હેન્ડલ અડી ગયેલ હોય તે બાબતે બોલાચાલી કરી ફોર વ્હીલ રસ્તામાં કેમ રાખો છો? તેમ કહી નવ શખ્સોએ હથીયારો વડે એક મહિલા સહીત 3 લોકોને માર મારેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે. ડારી ગામે રહેતા મહમદ ઇબ્રાહીમ આકાણી ઉ.વ.21ની દુકાને તેમના કાકા હાજીભાઇ બેસેલ હતા. તે સમયે યુસુફ હાજી ઉર્ફે મુંજી જીકાણી તેની મોટર સાયકલ લઇને નીકળેલ તેનું હેન્ડલ હાજીભાઇની ફોર વ્હીલરને અડી ગયેલ હોય તેથી યુસુફ હાજીએ મહમદ આકાણીની દુકાને જઇ ફોર વ્હીલ કેમ રસ્તામાં આડી રાખો છો રસ્તો તમારા બાપનો છે? તેમ કહી,

મહમદ તથા તેના કાકા હાજીભાઇને બીભત્સ શબ્દો બોલતા ગાળો દેવાની ના પાડતા યુસુફ હાજી ઉર્ફે મુંજી જીકાણી, અબ્દુલ હાજી ઉર્ફે મુંજી જીકાણી, અસરફ ઇબ્રાહીમ લાડીયા, કાદર ઇબ્રાહીમ લાડીયા, અસ્લમ કાસમ મુસાણી, હુસેન નુરા ભરાણીયા, મહમદ ડોસા મુસાણી, હસન અબ્દુલ લાડીયા,કાદર મુંજી જીકાણી એક સંપ કરી લાકડી, કુહાડી જેવા હથીયારો ધારણ કરી મહમદ તથા તેના કાકા હાજીભાઇ અને કાકી એમણાબેન પર હુમલો કરતા ગંભીર ઇજા પામતા હોસ્પીટોલમાં સારવાર ખર્થે ખસેડેલ છે. મહમદ આકાણી એ હુમલાખોર 9 ઈસમો સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો