તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ફફડાટ:બેડીયા ગામે સિંહે બળદનું મારણ કર્યું

વેરાવળ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામ સુધી વન્ય પ્રાણીઓ આવી ચડતા લોકોમાં ફફડાટ, મારણનો વિડિયો વાઈરલ

ગીર જંગલના વન્યપ્રાણીઓ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા સામાન્ય બની ગયા હોય તેવી જ રીતે રાજકોટ અમદાવા જેવા મેટ્રો શહેરોમાં વન્યપ્રાણી જેવા કે સિંહ, દિપડાના પણ આટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અવાર-નવાર મંગાપશુઓ પર હુમલો કરી મારણની મિજબાની માણતા હોય છે.

ગત રાત્રીના સમયે ગીરગઢડા તાલુકાના બેડીયા ગામમાં સિંહ આવી ચડ્યા હતા. સિંહના આવવાથી પશુઓમાં અફડા-તફડી મચી જવા પામી હતી. તે દરમિયાન આવી ચઢેલા સિંહ દ્વારા એક રેઢીયાળ બળદને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરી મારણ કરેલ બળદની મિજબાની સિંહે માણી હતી. આ સમગ્ર ધટનના કેમેરામાં કેદ કરાયેલ હોવાથી આ મારણનો વિડીયો સોશ્યલ મિડીયામાં ખુબ વાયરલ થયલો જોવા મળ્યો હતો. આ બનાવવા ના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે ગામ સુધી વન્યપ્રાણીઓ આવી ચડતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો