ચૂંટણી:ગીર-સોમનાથના 285 ગામમાં, 2600 પંચાયત સભ્યોની ચૂંટણી યોજાશે

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 ગ્રામ્ય પંચાયતમાં પેટા ચૂંટણી યોજવામાં આવશે

ગીર-સોમનાથ જિલ્લાની 285 ગ્રામ્ય પંચાયતની ચૂંટણી ડીસેમ્બરમાં યોજવાની છે. જેને લઈને ચૂંટણી પંચ તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. ઉપરાંત આ ચૂંટણી ઈવીએમ મશિનથી નહિ પરંતુ બેલેટ પેપર યોજાવાની છે. જિલ્લામાં 393 ગામડાઓ આવેલા છે. જેમાં 332 ગ્રામ પંચાયતો માંથી 285 ગામડાઓમાં સરપંચની મુદત પુર્ણ 2600 સરપંચોની ચૂંટણી થવા જઈ રહિ છે. તેમજ ચાર જેટલી ગ્રામ્ય પંચાયતમાં સરપંચની પેટા ચૂંટણી યોજાશે.

ડિસેમ્બરમાં તમામ પંચાયતની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ગામ પંચાયતના સરપંચની બેઠકો પર ઈવીએમના સ્થાને મતપેટી અને બેલેટ પેપરના ઉપયોગથી મતદાન થવાનું છે. વેરાવળ પંથકના 47 ગામડાઓમાં સરપંચ અને સભ્યોની તેમજ મીઠાપુર ગામમાં પેટા ચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...