ખનીજ ચોરી:સવનીમાં ગેરકાયદે ધમધમતી પથ્થરની ખાણો, બંધ કરવાનું કહેતા લોકોને પણ અપાતી ધમકી, ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ

કાજલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેરાવળનાં સવની ગામની નજીક ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણો ધમધમી રહી છે. જે બાબતે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે. વેરાવળનાં સવની ગામનાં માનસિંહભાઈ ઉકાભાઈ પરમારે ખાણખનિજ વિભાગ અને પ્રભાસ પાટણ પોલીસને લેખીતમાં રજુઆત કરી છે કે, સવનીનાં નાથીબેન કરશનભાઈ, ભગવાન ઉકાભાઈ અને ભાવસિંહ ભગવાનભાઈ છેલ્લા ઘણા સમયથી સવની ગામ નજીક ગેરકાયદેસર પથ્થરની ખાણો ચલાવી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરી રહ્યાં છે.

જેથી લોકોએ આ ચકરડી ચલાવવાનીનાં પાડતા તેમને ધમકી પણ આપી હતી. આ અગાઉ પણ આ ગેરકાયેદસર રીતે ચાલતી ખાણો બંઘ કરાવવા માટે કલેકટર, ખાણખનિજ વિભાગ અને અન્ય વિભાગોને રજુઆત કરાઈ છે. પરંતુ નિર્ભર તંત્રે આ રજૂઆતને ધ્યાને લીધી નથી.

અન્ય સમાચારો પણ છે...