કોંગ્રેસનું સોરઠમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન:50 પૈસા વધે તો ગામ ગજવનાર ભાજપે 7 વર્ષમાં પેટ્રોલના 30 વધાર્યા

વેરાવળ, કેશોદ, ભેંસાણ, કોડીનાર, માળિયા હાટીના4 મહિનો પહેલા
  • કૉપી લિંક

50 પૈસા પેટ્રોલના ભાવ વધારામાં અગાઉ ગામ ગજવનાર ભાજપે 7 વર્ષમાં 30 રૂપિયા શા માટે વધાર્યા એવા સવાલ સાથે આજે સોરઠભરમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલ અને રાંધણગેસના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન યોજાયા હતા. પોલીસે ધરણા સ્થળેથી કોંગી આગેવાનો અને કાર્યકરોની અટક કરી બાદમાં મુક્ત કર્યા હતા. કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોએ વિરોધ માટે અવનવી તરકીબ અજમાવી હતી.

વેરાવળમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કાર્યકરોની અટક બાદ મુક્તિ
વેરાવળમાં જિલ્લા કોંગ્રેસ, વેરાવળ તાલુકા કોંગ્રેસ, વેરાવળ-પાટણ શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, જિ. મહિલા કોંગ્રેસ દ્વારા ધરણા, વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિ.પં.ના સભ્યો, વેરાવળ તા.પં.ના સભ્યો, નગરપાલિકાના સભ્યો, આગેવાનો-હોદેદારો જોડાયા હતા. પોલીસ દ્વારા તમામની ધરપકડ બાદ મુક્ત કરાયા હતા.

કેશોદમાં રાંધણગેસના બાટલા અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કેશોદમાં કોંગ્રેસના તાલુકા સંગઠન પ્રમુખ પેટ્રોલ પરવડે તેમ ન હોઇ સાયકલ લઇ પ્રદર્શનના સ્થળે આવ્યા હતા. કેશોદમાં હમીરભાઇ ધુળા, અશ્વિનભાઇ ખટારિયા, સમીરભાઇ પાચાણી, અવીનાશ પરમાર, આર. પી. સોલંકી, જેન્તીભાઇ ધુળા રમેશભાઇ ભાેપાળા સહિતના આગેવાનોએ પ્રદર્શન કર્યું હતું.

ભેંસાણમાં બળદગાડામાં બેસી કોંગીજનો પેટ્રોલપંપે ગયા ભેંસાણમાં તાલુકા કોંગ્રેસ દ્વારા સવારે 10 વાગ્યે માર્કેટીંગ યાર્ડથી પેટ્રોલ પંપ સુધી બળદગાડામાં બેસી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. અહીં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકિયા, તાલુકા પ્રમુખ વજુભાઇ મોવલિયા, ભાવેશભાઇ ત્રાપશિયા, દિપકભાઇ સતાશિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

માળિયાના આગેવાનોએ ભંડુરી પેટ્રોલપંપે સુત્રોચ્ચાર કર્યા
​​​​​​​માળિયા તાલુકા કોંગ્રેસ દ્વારા ભંડુરીમાં પેટ્રોલ પંપે સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. ધારાસભ્ય બાબુભાઈ વાજા, તા. કોંગ્રેસ પ્રમુખ માલદેભાઈ પીઠિયા, તાલુકા માલધારી સેલના પ્રમુખ જેઠાભાઈ કરમટા, સરપંચ રમેશભાઈ વાજા, તા.પં. સભ્ય રામભાઈ વાળા, આહિર અગ્રણી લાખાભાઈ સોલંકી, જે. કે. ખાંભલા જોડાયા હતા.

કોડીનારમાં પેટ્રોલ પંપે ધરણાં-સુત્રોચ્ચાર, કોંગી કાર્યકરોની અટક
કોડીનાર કોંગ્રેસમાં પેટ્રોલ પંપે ધરણાં-સુત્રોચ્ચાર કર્યા હતા.પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટક કરી બાદમાં મુક્ત કર્યા હતા. જેમાં ધારાસભ્ય મોહનભાઇ વાળા, જિ. ઉપપ્રમુખ પિન્ટુભાઈ બારડ, શહેર પ્રમુખ કૌશિકભાઈ, તા.પં. વિરોધપક્ષ નેતા શૈલેષભાઇ મોરી, મહેશભાઈ રામ, ડાયાભાઇ વાઢેળ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...