સમુદ્રમાં ડિપ્રેશન:વાવાઝોડાની દસ્તક, 45 % કેરી અાંબામાં, અરબી સમુદ્રમાં ડિપ્રેશન, વાતાવરણમાં પલટો, નાલિયા માંડવીમાં ઝાપટું

વેરાવળ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિને લઇ વેરાવળ, માંગરોળ બંદર દીવ દરિયા કિનારે 1 નંબરનું સીગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે.

આ સંભવિત વાવાઝોડુ 4 અને 5 જૂને દ્વારકા- ઓખા -મોરબી અને કચ્છ તરફ ફંટાઇ તેવી શકયતાઓ હાલ જોવા મળી રહી છે. જોકે હજુ આ વાવાઝોડુ દિશા પણ બદલી શકે છે. સ્થિતિ આગામી એકાદ બે દિવસમાં સ્પષ્ટ થઇ શકે છે. હાલ તો સાવચેતીનાં ભાગરૂપે સોરઠનાં તમામ બંદરો પર સાવચેતીનાં ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ત્યારે જ ઊનાની વાત કરીએ તો વહેલી સવારથી જ આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા હતાં અને હળવો પવન ફુંકાયો હતો. અને  અનેક જગ્યાએ  છાંટા પણ પડયા હતાં. જયારે નાલીયા-માંડવીમાં વરસાદી ઝાપટું પડયું હતું. આ ઉપરાંત સૈયદરાજપરા, નવાબંદરનાં માછીમારોએ બોટ કાંઠે લાંગરી દીધી હતી. અને 1 હજાર જેટલી બોટનો ખડકલો થઇ ગયો હતો. દદરિયાઇ આફત આવે ત્યારે સૂચના મળે તે માટે કોઇ જાતનું સિગ્નલ કે સૂચના બોર્ડ લગાવવામાં ન આવતું હોય અને માત્ર લેખિત સૂચના જ અપાતી હોય જેથી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહયાં છે. 

જૂનાગઢ યાર્ડમાં કેસરનો ભાવ 50 % ઘટ્યો

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રોજની 17,000થી વધુ કેરીના બોક્સની આવક થઈ રહી છે. પરંતુ હવે વરસાદની આગાહીના પગલે ખેડૂતો દ્વારા કેરી ઉતારી અને બજારમાં વેચી દેવામાં આવે છે. આથી યાર્ડમાં કેરીની આવક વધતા ભાવમાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આ વર્ષે લોકડાઉનમાં પણ કેરીની ધુમ આવક થતી હતી અને મણના ભાવ 1200 થી 1800 રૂપિયા પહોંચી ગયા હતા. ત્યારે હાલ બોક્સે 700 થી 1200 ભાવ થઇ ગયો છે.

દરિયામા કરંટ : અરબી સમુદ્રમાં ડિપ્રેશનને લઇ દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. અને મોજા ઉછળવાની સાથે કિનારા પણ પવન પણ ફુંકાઇ રહ્યો છે. અને લોકોને દરિયા કિનારે ન જવા સૂચના અપાઇ છે.

માંગરોળની 8 બોટ દરિયામાં  : સંભવિત વાવાઝોડાની દહેશતને લઇ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. જયારે માંગરોળની 8 બોટ દરિયામાં હોય જે પણ વહેલી સવારે કે સાંજે બંદર પર આવી જશે.

અન્ય સમાચારો પણ છે...