તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:વેરાવળ સોમનાથથી વાવાઝોડું 588 કિલોમીટર દૂર છતાં કોઈ અસર નહીં, નથી પવન કે નથી વરસાદ, દરિયો પણ એકદમ શાંત

વેરાવળ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

તાઉ-તે વાવાઝોડું વેરાવળ સોમનાથ થઈ પોરબંદર જશે તેવી પણ હવામાન ખાતાની આગાહી છે ત્યારે રવિવારની રાત્રીએ સોમનાથમાં પરિસ્થિતિ સામાન્ય દિવસો જેવી જ છે. સોમનાથમાં નથી ભારે પવન કે નથી વરસાદી માહોલ. સોમનાથથી ચક્રવાત અંદાજીત 600 કિલોમીટર દૂર હોય ત્યારે દરિયો પણ રાબેતા મુજબ શાંત મને હિલ્લોળા લઈ રહ્યો છે.

શું આ તોફાન પહેલાની શાંતિ તો નથી ને!
આ પહેલા પણ ‘વાયુ’ વાવાઝોડું સોમનાથ વેરાવળ કાંઠે આવવાનું હતું ત્યારે 70થી વધુની સ્પીડે પવન ફૂંકાયો હતો. પરંતુ આવતીકાલે મધરાતેએ એટલે કે સોમવારે મધરાતે તાઉ-તે વાવાઝોડું વેરાવળ પાસે આવી પહોંચે તેવા એંધાણ છે. અહીં તો ઝાડની ડાળીઓ હલકલતી હોય તેવો પણ પવન નથી. વર્ષો જૂની કહેવત છે કે તોફાન આવે પહેલા શાંતિ છવાઈ જતી હોય છે શું આ તોફાન પહેલાની શાંતિ તો નથી ને

રાજકોટમાં ભારે પવન સાથે વરસાદી માહોલ
બીજી તરફ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદા અહીં બિરાજમાન છે. તેમના પર લોકોને અપાર શ્રદ્ધા છે કે, સોમનાથ દાદા કષ્ટ દૂર કરી દેતા હોય છે અને આ પહેલા પણ આવેલા વાવાઝોડું કંઈ નુકશાન પહોંચાડી શક્યું તો શું આ વાવાઝોડું પણ દાદાના આશીર્વાદથી દરિયામાં સમાઈ જશે? આ તરફ રાજકોટ શહેરમાં એકાએક રાત્રીના 8 વાગ્યા આસપાસ 80 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવવા શરૂ થયો હતો અને જેના કારણે મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી અને અનેક જગ્યાએ વૃક્ષ ધરાસાઈ થયા છે. તોફાની પવન ફૂંકાતા રાજકોટના તમામ રસ્તા પર ધૂળની ડમરીઓ ઊડતી નજરે પડી હતી.

અન્ય સમાચારો પણ છે...