તંત્રન ઘોર નિદ્રામાં:સોમનાથ બાયપાસ રોડ પરના હાઈ મસ્ટ ટાવરની લાઈટ બંધ

કાજલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાત્રીકોમાં અકસ્માતનો ભય, જવાબદાર તંત્રન ઘોર નિદ્રામાં

સોમનાથ મંદિરનાં ગેટવે સમાન બાયપાસ રોડના સર્કલ ઉપર હાઈ માસ ટાવર આવેલ છે. પરંતુ જે ઘણા સમયથી બંધ હાલતમાં, ઉપરાંત મંદિરે જવાના એક કી.મી. રસ્તા ઉપરની સ્ટ્રીટ લાઈટ પણ બંધ હોવાથી યાત્રીકોમાં અકસ્માતનો ભય વર્તાઈ રહ્યો છે. હાઈ માસ ટાવર અને સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી સોમનાથ આવતા યાત્રિકો અને વાહન ચાલકો સોમનાથ જવાના બદલે આગળના રસ્તે નિકળી જતાં રહે છે.

નેશનલ હાઇવેના હાઈ માસ ટાવર અને સ્ટ્રીટ લાઇટની દેખરેખ અને જાળવણીની કામગીરી ટોલ નાકા વિભાગની છે. અને જેનાં ભાગરૂપે તોતીંગ ટોલટેક્ષ વસુલાત પણ કરે છે. આ બાબાત વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જાતની કાળજી લેવામાં આવતી નથી. જ્યારે ટોલનાકા વિભાગને માત્ર ને માત્ર ટોલટેક્ષ ઉઘરાવવામાં રસ હોય અને લોકોને સુવિધાઓ આપવાની પડી ન હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...