હાલાકી:ભારે વરસાદથી તાંતીવેલા ગામ પાસેની દેવકા નદીનો પુલ ધોવાયો

કાજલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેવકા નદીનો બેઠો પુલમાં મસમોટા ખાડા. - Divya Bhaskar
દેવકા નદીનો બેઠો પુલમાં મસમોટા ખાડા.
  • સીમ શાળાના છાત્રો, ખેડૂતો, વાહનચાલકો જીવના જોખમે પસાર થવાં મજબુર

વેરાવળ તાલુકાના તાતીવેલા ગામની બાજુમાંથી દેવકા નદી પસાર થાય છે. આ નદી પરનાં બેઠા પુલમાં મસમોટા ખાડા હોવાથી છાત્રો, ખેડૂતો, વાહનચાલકો, રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે.

આ વિસ્તારમાં તાતીવેલા ગામની સીમ શાળા ઉપરાંત 100થી વધુ ખેડૂતો વસવાટ કરે છે. ચમોડા આંબલીયા સહિત અન્ય ગામો તરફનો પણ રસ્તો આવેલો છે. ચોમાસા દરમિયાન ભારે પૂરને કારણે બેઠા પુલનું ધોવાણ થતા મસમોટા ગાબડા પડી ગયા છે. ઉપરાંત પુલ ઉપરથી પાણી પસાર થતું હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતો અને વિધાર્થીઓને ખુબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આથી જવાબદાર તંત્ર અને રાજકીય અગ્રણીઓ આ જોખમી પુલને રીપેરીંગ કરે તેવી ગામલોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...