અક્સ્માતનો ભય:વંથલી-જૂનાગઢ હાઈવે પર ગાંડા બાવળ ઉગી નિકળતાં ભારે હાલાકી

શાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે માર્ગીય રસ્તો હોવાથી વાહનચાલકોમાં અક્સ્માતનો ભય

અકસ્માત માટે કુખ્યાત બનેલો વંથલી-જૂનાગઢ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી રસ્તાની બંને બાજુ ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે. આ રસ્તો સાંકળો હોવાથી અકસ્માતનો ભય વર્તાઈ છે. આ રસ્તો બે માર્ગીય હોવાથી આ રસ્તા પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. તેમજ આ રસ્તા પર અકસ્માતે અનેક લોકોનો ભોગ લીધો છે.

બીજી તરફ જૂનાગઢ બાયપાસનું ધીમી ગતીએ ચાલી રહેલા કામને કારણે આ રોડ પર ટ્રાફીકની સમસ્યા સર્જાઈ છે. વેરવળ-સોમનાથ તરફ આવતા જતાં ભારે વાહનોનથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી રસ્તા પરથી ગાંડા બાવળોને તાત્કાલિક દૂર કરે તેવી સત્તાવાળાઓ પાસે લોકો આશા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...