તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વેરાવળમાં મ્યુકર માઇકોસીસ માટે સ્પેશિયલ વોર્ડ આપો

વેરાવળ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યે નવા સીટી સ્કેન મશીન માટે પણ રજૂઆત કરી

વેરાવળ સિવીલ હોસ્પિટલમાં મ્યુકર માઇકોસીસ માટે સ્પેશિયલ વોર્ડ ફાળવવા અને આધુનિક સીટી સ્કેન મશીન આપવાની રજૂઆત ધારાસભ્યે વિમલ ચુડાસમાએ કરી છે. વેરાવળ સિવીલ હોસ્પિટલ ગીર સોમનાથ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે. જિલ્લાભરના દર્દીઓ અહીં સારવાર માટે આવે છે.

આ હોસ્પિટલમાં હાલ સિટી સ્કેન મશીનન હોવાથી દર્દીઓને 7 કિમી દૂર ખાનગી દવાખાનામાં સિટી સ્કેન માટે જવું પડે છે. જેમાં દર્દીઓને અંદાજે 4 થી 5 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને તેનો ખર્ચ પરવડતો નથી. આથી તમામ દર્દીઓને સસ્તી અને સારી સારવાર મળી શકે તે માટે આ હોસ્પિટલમાં નવું આધુનિક સિટી સ્કેન મશીન ફાળવવામાં આવે. સાથે મ્યુકરમાઇકોસિસની બીમારી માટે સ્પેશિયલ વોર્ડ અને અદ્યતન સુવિધા મળે એવી વ્હેલીતકે વ્યવસ્થા કરાવવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...