નવીનિકરણ:ગીર-સોમનાથની 200 આંગણવાડી બની સ્માર્ટ, નવી શિક્ષણ નિતીને અનુરૂપ બાળકોને ગમે એવા થ્રીડી પેઇન્ટીંગ, વર્કરોની તાલીમ પર કામ શરૂ

વેરાવળ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવી શિક્ષણ નિતી 2020માં બાળકોને છેક નર્સરી કક્ષાએથી શિક્ષણ આપવાની નિતીનો અમલ કરાઇ રહ્યો છે. જેને અનુરૂપ ગીર સોમનાથ જિલ્લાએ આ માટેની શરૂઆત પણ કરી દીધી છે. જિલ્લાની 200 આંગણવાડીઓને સ્માર્ટ બનાવી દેવાઇ છે. અને આગામી 1 વર્ષમાં જિલ્લાની 650 આંગણવાડીને સ્માર્ટ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વળી આમાં એક આંગણવાડી દીઠ માત્ર દોઢ લાખનો ખર્ચ આવ્યો છે.

આમાં બિલ્ડીંગ માટે ખાસ બાલા (બીએએલએ) સિદ્ધાંત અપનાવ્યો છે. આમાં આંગણવાડીનું ખુદ મકાનજ શિક્ષણનું સાધન બની જાય એ રીતની વ્યવસ્થા આ આંગણવાડીમાં ઉપલબ્ધ કરાવાઇ છે. આનાથી તેઓમાં પ્રિસ્કુલ સ્કીલ વિકસવા માંડે. નાના બાળકોનું મગજ ઇમ્પ્રેશનેબલ હોય છે. આમ રંગબેરંગી ચિત્રો નિહાળવાથી તેના મગજનો વિકાસ ઝડપથી થવા લાગે છે. પરિણામે તેઓ બાદમાં કોઇ ફિલ્ડમાં પાછળ નથી રહેતા.છે.

આંગણવાડીમાં સ્માર્ટ શું છે?
સ્માર્ટ આંગણવાડી એટલે જ્યાં બાળકોને બેસવું ગમે. પહેલી નજરે તેના વાલીઓ અને બાળકો બંનેને તેનો દેખાવ જોઇને ત્યાં જવાનું મન થવું જોઇએ. તેની દિવાલો બાળકોને ગમે એવાં થ્રીડી ચિત્રોથી પેઇન્ટ કરાઇ છે. તેની છત લીકેજપ્રુફ બનાવાય. ટોઇલેટ, લાઇટની સમસ્યાઓ દૂર થાય. રંગબેરંગી ચિત્રોથી બાળકોનું મગજ ઝડપથી શીખી શકે. આથી ત્રિકોણ, ચોરસ, વર્તુળ જેવી આકૃતિનાં ચિત્રો.> રવિન્દ્ર ખતાલે, ડીડીઓ, ગીર સોમનાથ

પ્રાઇવેટથી સારૂં વાતાવરણ મળે એવો પ્રયાસ
સરકારી આંગણવાડીમાં બાળકોને મોંઘી ફી ઉઘરાવતી ખાનગી શાળાઓની જુનિયર અને સિનીયર કેજી જેવી સુવિધાઓ ફ્રીમાં મળી શકે એવો આ પ્રયાસ છે. ખાસ કરીને ગામડાનાં બાળકો ખાનગીને બદલે સરકારી આંગણવાડીમાંજ વધુ આવતા હોય છે. ત્યારે તેઓને પ્રાઇવેટ જેવી આકર્ષક સુવિધા મળી રહેશે.

આંગણવાડી બહેનોની તાલીમ
આંગણવાડીની બહેનોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની તાલીમ ઉપરાંત મહિલા અને બાળકોના વિકાસમાં આરોગ્ય પણ સામેલ હોવાથી પ્રસુતિની તાલીમ પણ અપાશે.

અન્ય સમાચારો પણ છે...