ગીર સોમનાથ પાલિકા-પંચાયત રિઝલ્ટ:ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં અને 4 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 6 તાલુકા પંચાયતમાં 4માં ભાજપ અને 2માં કોંગ્રેસની જીત

ગીર સોમનાથએક વર્ષ પહેલા
ભાજપમાં જીતનો જશ્ન.
  • ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 13, કોંગ્રેસને 13 અને અન્યને 2 બેઠક મળી હતી

ગીરસોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેમજ ચાર નગરપાલિકામાં પણ ભાજપે જીત હાંસલ કરી છે. જ્યારે 6 તાલુકા પંચાયતમાં બેમાં જ કોંગ્રેસની જીત થઇ છે અને 4માં ભાજપનો ભગવો લહેરાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાતા વિજેતા ઉમેદવારો સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

2015નું રિઝલ્ટ
ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 13, કોંગ્રેસને 13 અને અન્યને 2 બેઠક મળી હતી. ગીર સોમનાથની ઉના અને વેરાવળ નગરપાલિકામાં 2015માં 61 બેઠક ભાજપને અને 18 બેઠક કોંગ્રેસની મળી હતી. એક બેઠક અન્યને મળી હતી.

અન્ય સમાચારો પણ છે...