તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ગિર-સોમનાથ જિલ્લાનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ પ્ર.પાટણમાં શરૂ

વેરાવળ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથ ટ્રસ્ટે 50 લાખનું અનુદાન આપ્યું છે

ગિર-સોમનાથ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ, જાહેર ટ્રસ્ટો, ખાનગી કંપનીઓ દ્વારા સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સોમનાથ ટ્રસ્ટ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ-પાટણમાં ગિર-સોમનાથ જિલ્લાનો પ્રથમ સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ રૂ. 50 લાખના ખર્ચે કાર્યરત કરવામાં આવ્યો છે. સોમનાથના ટ્રસ્ટી જે. ડી. પરમાર અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે આજે સવારે પુજાવિધી કરી તેનું લોકાર્પણ કરાયું હતું.

આ પ્લાન્ટના માધ્યમથી હવામાંથી શુદ્ધ ઓક્સિજન મળવા લાગશે. જે દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે. ઓક્સિજન ટેન્કની સ્ટોરેજની ક્ષમતા 2000 લિટર છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના દર્દી માટે ઓક્સીજન સાથેના 20 બેડ છે. આ પ્લાન્ટમાંથી ચોવીસ કલાક ઓક્સજન મળતો રહેશે. જે પીએસએ ટેકનોલોજીથી કાર્યરત છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ પ્લાન્ટનું સંચાલન કરવામાં આવશે. આ પ્રસંગે ડો. બામરોટિયા, ડો. એચ. ટી. કણસાગરા, ડો. કે. કે. ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...